VIDEO: મુકેશ અંબાણીને ભેટી પડ્યા સલમાન ખાન, લોકોને ખુબ ગમ્યો વાયરલ વીડિયો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
VIDEO: મુકેશ અંબાણીને ભેટી પડ્યા સલમાન ખાન, લોકોને ખુબ ગમ્યો વાયરલ વીડિયો 1 - image

Anant-Radhika Pre Wedding: એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. બંનેનો પ્રિ-વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાય રહ્યો છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, રમત-જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ હાજર રહેવા જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી સલમાન ખાન ભેટી પડ્યા હતા. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

વીડિયોમાં સલમાન ખાન બ્લેક કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યા છે જ્યારે મુકેશ બ્લૂ કલરના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યા છે. એકબીજાને ગળે લગાડ્યા પછી બંને વાત કરતા અને એક મહેમાનને મળતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

ત્રણેય ખાને નાટુ નાટુ ગીત પર ડાન્સ કર્યો 

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ત્રણેય ખાને એકસાથે પરફોર્મ કર્યું હતું. આમિર, શાહરૂખ અને સલમાને એકસાથે RRR ફિલ્મનું પ્રખ્યાત ગીત નાટુ નાટુ પર ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત ત્રણેય ખાને રામચરણ અને જુનિયર એનટીઆરની જેમ હૂક સ્ટેપ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી સલમા ખાન પોતાના ગળામાંથી દુપટ્ટો કાઢીને તેનો સિગ્નેચર સ્ટેપ 'જીને કે હૈ ચાર દિન' કર્યો હતો. 


Google NewsGoogle News