Get The App

વિરાટના પ્રેમમાં પાગલ હતી ગ્લેમરસ એક્ટ્રેસ, કોહલીના લગ્ન થતાં જ દિલ તૂટ્યું, કહ્યું - 5 વર્ષ પહેલાં...

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Mrunal thakur
Image Twitter 

Mrunal Thakur Was Madly in Love With Virat Kohli : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાછળ દુનિયા દીવાની છે. વિરાટની શાનદાર ગેમની સાથે સાથે તેના સારા દેખાવ પર ફેન્સ ફિદા રહેતા હતા. અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી. મૃણાલે એક જૂના ઇન્ટરવ્યુમાં વિરાટ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

અભિનેત્રીએ કહ્યું હતું કે, એક સમય હતો કે જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે દુનિયા પાગલ છે. વિરાટની શાનદાર રમતની સાથે ચાહકો તેના સારા દેખાવથી પણ મંત્રમુગ્ધ છે. મેં મારા ભાઈના કારણે ક્રિકેટ જોવાનું શરુ કર્યું, કારણ કે તે ક્રિકેટનો મોટો ચાહક છે.

5 વર્ષ પહેલાં તેની સાથે સ્ટેડિયમમાં બેસીને લાઇવ ક્રિકેટ મેચ જોવાની ખૂબ સુંદર યાદો છે.  મને યાદ છે કે, હું બ્લુ જર્સી પહેરીને ટીમ ઇન્ડિયાને ચીયર કરતી હતી. ત્યારબાદ હું ક્રિકેટ આધારિત ફિલ્મ 'જર્સી'નો પણ ભાગ બની હતી. 

આમ તો એ વાતમાં કોઈ શંકા નથી કે, વિરાટ કોહલી પર ઘણી મહિલાઓને ક્રશ છે. પરંતુ ક્રિકેટરના દિલમાં તેની પત્ની અનુષ્કા શર્મા વસે છે. વર્ષ 2017માં વિરાટે અનુષ્કા સાથે સાત ફેરા લઈ જન્મોજનમ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. બન્ને વચ્ચેનો સંબંધ વર્ષો પછી આજે પણ અતૂટ છે.



Google NewsGoogle News