મૃણાલ ઠાકુરે કંગનાના પરિવાર પાસેથી બે ફલેટસ ખરીદ્યા

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મૃણાલ ઠાકુરે કંગનાના પરિવાર પાસેથી બે ફલેટસ ખરીદ્યા 1 - image


- જોડી ફલેટ માટે 10 કરોડ ચૂકવ્યાનો દાવો

- મુંબઈના અંધેરી પશ્ચિમમાં  આવેલા ફલેટ્સ કંગનાના પિતા તથા ભાઈના નામે હતા

મુંબઇ : એકટ્રેસ મૃણાલે કંગના રણૌતના પરિવારની માલિકીના બે ફલેટ ખરીદ્યા છે.  ૩૫ માળની બિલ્ડિંગના આ જોડી ફલેટ્સની કિંમત આશરે ૧૦ કરોડ અંદાજવામાં આવે છે. 

અંધેરી પશ્ચિમની બિલ્ડિંગના એક ફલેટના માલિક તરીકે કંગનાના ભાઈ આકાશદીપ તો બીજા ફલેટના માલિક તરીકે કંગનાના પિતા અમરદીપનું નામ હતું. 

ગત જાન્યુઆરીમાં આ ફલેટ્સ માટે રજિસ્ટ્રેશન કરાયું હતું. આ  દરેક ફલેટ આશરે ૯૦૦ ચોરસ ફીટથી વધારે ક્ષેત્રફળ ધરાવે છે. દરેક ફલેટ માટે ૩૦-૩૦ લાખ રુપિયા સ્ટેમ્પ ડયૂટી ભરવામાં આવી છે. 

મૃણાલ ઠાકુરની 'સીતારામન' તથા 'હાય નન્ના' ફિલ્મો તાજેતરમાં જાણીતી બની છે. તે સાઉથની સાથે સાથે બોલીવૂડમાં પણ કારકિર્દી જમાવવા પ્રયાસો કરી રહી છે. 


Google NewsGoogle News