Get The App

મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ 'ગુલમોહર' નું ટ્રેલર રિલીઝ

Updated: Feb 11th, 2023


Google News
Google News
મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ 'ગુલમોહર' નું ટ્રેલર રિલીઝ 1 - image


મુંબઈ, તા. 11 ફેબ્રુઆરી 2023 શનિવાર

દરેક વ્યક્તિને આ દુનિયામાં પોતાની સ્પેસ જોઈએ છે. તે સ્પેસને શોધવા અને તેને મેળવવા માટે લોકો ઘણીવાર પોતાના લોકોથી દૂર થઈ જાય છે. ક્યારેક આપણને આ વાતનો અનુભવ થતો નથી. આવી જ રીતે પોતાના લોકો સાથે રહીને દૂર હોવાની કહાની છે ફિલ્મ 'ગુલમોહર'.

મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ 'ગુલમોહર' નું ટ્રેલર રિલીઝ 2 - image

ટ્રેલર રિલીઝ

મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ ગુલમોહરનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ ટ્રેલરમાં એક પરિવારની કહાની દર્શાવવામાં આવી છે. આ કહાની કદાચ દરેક પરિવારની પણ હોઈ શકે છે પરંતુ તેમ છતાં આમાં કંઈક જુદુ છે. પરિવારમાં એક દાદી છે, જેમણે એલાન કર્યુ છે કે તેમણે પુડુચેરીમાં નાનું મકાન લીધુ છે. જેમાં હવે તેઓ એકલા રહેશે. અહીંથી જ પરિવારના સંબંધોની પરત ખુલવાની શરૂ થાય છે. ઘરમાં એક પિતા છે, જે પોતાના પુત્રથી જ અલગ થઈ ગયા છે. બંને એક જ ઘરમાં રહે છે પરંતુ દિલના અંતરને સમજતા નથી. એક માતા છે. જે પિતા અને પુત્ર વચ્ચે પિસાઈ રહી છે અને આ વાતથી ચિંતિત છે. પુત્ર પોતાના પરિવારની સાથે રહેતા પણ એક અલગ જીવન જીવી રહ્યો છે. જેમાં તેના માતા-પિતાનું સ્થાન ખૂબ ઓછુ છે. 

લાગણીઓથી ભરપૂર છે આ ફિલ્મ

2010 બાદ એક્ટ્રેસ શર્મિલા ટાગોર હવે ફિલ્મ 'ગુલમોહર' થી પડદા પર વાપસી કરી રહ્યા છે. સાથે જ આ તેમનો ડિજિટલ ડેબ્યૂ પણ હશે. તેઓ એક માતાની ભૂમિકામાં છે જે પોતાનું સમગ્ર જીવન પોતાના પરિવારને આપ્યા બાદ આખરે પોતાની રીતે અલગ જીવન વિતાવવા જઈ રહી છે. શર્મિલાના પુત્રના રોલમાં મનોજ બાજપેયી છે. તે એક એવી વ્યક્તિ છે જે પોતાના પરિવારને અલગ થવાથી બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. લોકો પ્રત્યે અને પોતાના ઉપર પણ ગુસ્સામાં છે પરંતુ તેને ક્યાંક ને ક્યાંક એ વાતનો અનુભવ પણ થાય છે કે બે માળના મકાનમાં રહેતા લોકોએ પોતાના રૂમમાં જ પોતાનું ઘર વસાવી દીધુ છે.

Tags :
FilmGulmoharTrailerReleaseSharmila-TagoreManoj-Bajpayee

Google News
Google News