બોલીવૂડ પરના ઓટીટી શોમાં ઈમરાન હાશ્મી સાથે મૌની રોય

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
બોલીવૂડ પરના ઓટીટી શોમાં ઈમરાન હાશ્મી સાથે મૌની રોય 1 - image


- પીઢ અભિનેતા નસીરુદ્દિન શાહની પણ ભૂમિકા

મુંબઇ : ઇમરાન હાશ્મી શોટાઇમ નામના એકઓટીટી શોમાં જોવા મળવાનો છે. આ શો મનોરંજન ઇન્ડસ્ટ્રીની કેમેરાની પાછળની દુનિયા પર આધારિત હશે.

ઇમરાને આ શો બાબતે જણાવ્યું હતું કે, હું લાબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હોવાથી મેં સારા અને નરસા બન્ને પાસા જોયા છે. જ્યારે આ શોની સ્ક્રિપ્ટ મારી પાસે આવી ત્યારે એનો હિસ્સો બનવાનો નિર્ણય મેં લઇ લીધો હતો. અભિનેતાએ  વધુમાં કહ્યું હતું કે,બોલીવૂડના બંધ દરવાજાની પાછળ શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા અમે દર્શકોમાં જોઇ છે. તેથી હું પણ એ જ ઇચ્છું છું કે,લોકો પડદા પાછળની દુનિયાથી પરિચિત થાય.આ શોમાં ઇમરાન હાશ્મી  સાથે  મહિમા મકવાણા, મૌની રોય, નસીરૂદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ અને શ્રેયા શરણ  સહિતના સહકલાકારો જોવા મળશે.


Google NewsGoogle News