પાર્ટીમાંથી જ બહાર નીકળતાં મૌની રોય લથડિયું ખાઈ પછડાઈ
- પતિ અને દિશા પટાણીએ મદદ કરી
- પાર્ટીમાં વધુ પડતા દારુનું સેવન કરી લીધું હતું કે શું તેવી અટકળો
મુંબઇ : મૌની રોય પતિ સૂરજ નાંબિયાર તથા બહેનપણી દિશા પટાણી સાથે ન્યૂ યર પાર્ટી મનાવવા ગઈ હતી. આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે તે લથડિયું ખાઈ ધડામ સાથે નીચે પડી ગઈ હતી.
બહેનપણી દિશા પટાણી અને પતિ સૂરજે તેને ટેકો આપીને ઊભી કરી હતી. બાદમાં પતિ તેને ટેકો આપીને કાર સુધી લઈ ગયો હતો અને કારમાં બેસાડી હતી.
મૌનીએ પાર્ટીમાં વધારે પડતા દારુનું સેવન કરી લીધું હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. જોકે, કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી કે હાઈ હિલના કારણે તે સંતુલન ન જાળવી શકી હોય તેવું પણ બની શકે છે.