ગાયક શાનને માતૃ અને અભિનેતા શાહિર શેખને પિતૃશોક
- શાહનવાઝ શેખ બન્યાં કોરોનાના શિકાર
મુંબઇ : બોલીવૂડના જાણીતા ગાયક શાનના માતા સોનાલી મુખર્જીનું ગઇકાલે નિધન થયું હતું. તેઓ સ્વયં ઉચ્ચ કોટિના ગાયિકા હતાં. જોકે તેમના મૃત્યુનું કારણ જાણી નથી શકાયું.
જ્યારે ટચૂકડા પડદાના લોકપ્રિય અભિનેતા શાહિર શેખના પિતા શાહનવાઝ શેખ કોરોનાના શિકાર બન્યાં છે. તેમને કોરોનાનું તીવ્ર સંક્રમણ લાગ્યું હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હોવાની જાણકારી સ્વયં શાહિર શેખે જ આપી હતી. પરંતુ હવે તેઓ જિંદગીની જંગ હારી ગયાં છે.
શાહનવાઝ શેખના ઇન્તકાલની જાણકારી શાહિરના મિત્ર અલી ગોનીએ ટ્વીટરના માધ્યમથી આપી હતી. તેણે ટ્વીટર પર લખ્યું હતું 'ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન, અલ્લાહ અંકલ કી રુહ કો શાંતિ દે. ભાઇ શાહિર શેખ મજબૂત રહો.'