'વાંદરા' ને ગોવિંદા-ચંકી પાંડે કરતાં વધુ ફી મળી હતી, 6 તો આસિસ્ટન્ટ હતા, 'આંખે' ફિલ્મ અંગે એક્ટર્સનો ખુલાસો
Image: Facebook
Aankhen: ગોવિંદા અને ચંકી પાંડે સ્ટારર 'આંખે' 90sની આઈકોનિક કોમેડી ફિલ્મો પૈકીની એક હતી. આ ફિલ્મમાં બંને એક્ટર્સની સાથે એક વાંદરાનો પણ કહાનીમાં મહત્વપૂર્ણ રોલ હતો. હવે ગોવિંદા અને ચંકી પાંડેએ એ ખુલાસો કર્યો કે આંખેમાં કામ કરવા માટે અમને બંનેને, તે વાંદરા કરતાં ઓછી ફી મળી હતી.
ગોવિંદા, ચંકી પાંડે અને શક્તિ કપૂર તાજેતરમાં જ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર પહોંચ્યા હતાં. તે બંને એક્ટર્સે આંખે ના શૂટની મજેદાર વાતો શેર કરી. ગોવિંદા અને ચંકીએ જણાવ્યું કે ફિલ્મના સેટ પર વાંદરાને તેમના કરતાં વધુ પેમ્પર કરવામાં આવતો હતો.
ગોવિંદાને મળી વાંદરા કરતાં ઓછી ફી
કપિલ શર્મા શો પર શક્તિ, ગોવિંદા અને ચંકીએ આંખે થી જોડાયેલી મજેદાર વાતો જણાવી. શક્તિએ કહ્યું, 'અમે સાથે એક ફિલ્મ કરી હતી જેમાં આ બંને હીરો હતા. નહીં હકીકતમાં ત્રણ હીરો હતા- ગોવિંદા, ચંકી અને એક વાંદરું.' ત્યારબાદ ચંકીએ કહ્યું, 'હા તેને અમારા કરતાં વધુ ફી આપવામાં આવી હતી.' ગોવિંદાએ ચંકીની વાતથી સંમતિ વ્યક્ત કરતાં કહ્યું, 'અમને રૂપિયા મળ્યા નહોતા.'
આ પણ વાંચો: રાજ કપૂરનો અમર જાદુઃ સો વર્ષ પછી પણ શૉ ગોઝ ઓન, જુઓ થિયેટરમાં તેમની ક્લાસિક ફિલ્મો
શક્તિએ જણાવ્યું કે ફિલ્મ પર કામ કરનાર વાંદરાને મુંબઈના સન એન્ડ સેન્ડ હોટલમાં એક રૂમ આપવામાં આવ્યો હતો. તેણે મજાક કરતાં કહ્યું, 'ડેવિડ જ્યારે પણ વાંદરાને બોલાવતો હતો, ચંકી આવી જતો હતો અને જ્યારે તે ચંકીને બોલાવતો હતો ત્યારે વાંદરો આવી જતો હતો.'
6 આસિસ્ટન્ટની સાથે આવતો હતો વાંદરો
આ પહેલા પણ ચંકી પાંડેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આંખેમાં વાંદરાને કેટલા પ્રિવિલેજ મળતાં હતાં. તેણે કહ્યું હતું, 'મને જણાવવામાં આવતું હતું કે ફિલ્મમાં તારા સિવાય બધાંનો ડબલ રોલ છે, તો મે કહ્યું આ ખોટી વાત છે. તેથી મને એક વાંદરો આપી દેવાયો હતો. તે વાંદરાને મારા અને ગોવિંદા કરતાં વધુ ફી આપવામાં આવી હતી. તે સાઉથથી આવેલો ખૂબ મોંઘો વાંદરો હતો અને 6 આસિસ્ટન્ટની સાથે પ્લેનમાં આવ્યો હતો. તે એક મોટો સ્ટાર હતો જેને સન એન્ડ સેન્ડ હોટલમાં રોકવામાં આવ્યો હતો. આ વાંદરાના કારણે સેટ પર ખૂબ ક્રેઝી બાબતો થતી હતી પરંતુ બધા તેને ખૂબ પ્રેમ પણ કરતાં હતાં.'