અચાનક શ્વાસની તકલીફ થતાં મોનાલી ઠાકુર કોન્સર્ટ છોડી હોસ્પિટલમાં
- નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
- મોનાલીએ અધવચ્ચે કોન્સર્ટ છોડવી પડી હોય તેવી તાજેતરની બીજી ઘટના
મુંબઇ: બિહારના દિનહાટા મહોત્સવમાં લાઈવ કોન્સર્ટ કરી રહેલી મોનાલી ઠાકુરને અચાનક શ્વાસની તકલીફ ઊભી થતાં તેણે કોન્સર્ટ અધવચ્ચે જ છોડવી પડી હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જોકે, મોનાલીએ આજે મોડે સુધી પોતાની હેલ્થ અપડેટ વિશે સોશિયલ મીડિયા પર કોઈ માહિતી શેર કરી ન હતી. મોનાલીની તબિયતના સમાચાર પ્રસરતાં જ તેના ચાહકોમાં ચિંતાની લાગણી છવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં વારાણસીમાં પણ મોનાલીએ ગેરવ્યવસ્થાનું કારણ આગળ ધરી એક કોન્સર્ટ અધવચ્ચેથી પડતી મૂકી દીધી હતી. બાદમાં મોનાલીએ સ્થાનિક આયોજકો દ્વારા પોતાની ક્રૂની સતામણી તથા ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાના આરોપો મૂક્યા હતા.