ગેરવ્યવસ્તાથી ત્રાસી મોનાલી ઠાકુરે કોન્સર્ટ પડતી મૂકી દીધી
- વારાણસીમાં યોજાયેલા શોમાં અંધાધૂંધી
- સ્ટેજ પણ યોગ્ય ન હોવાથી ડાન્સર્સને ઈજા થાય તેમ હતી : શ્રોતાાઓની માફી માગી જતી રહી
મુંબઇ : ગાયિકા મોનાલી ઠાકુરે વારાણસીમાં પોતાની કોન્સર્ટ આયોજનમાં ભારે ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના કારણે અધવચ્ચેથી જ બંધ કરી દીધી હતી એને સ્ટેજ પરથી ચાલતી પકડી હતી.
વાયરલ થયેલા એક વીડિયોમાં ગાયિકા કહેતી સંભળાઇ રહી છે કે, મારી ટીમ વારાણસીમાં કાર્યક્રમ કરવા ભારે ઉત્સુક હતી પરંતુ હવે હું નિરાશ થઇ ગઇ છું. આયોજકોની ગેરવ્યવસ્થાને કારણે મારે આ પ્રોગ્રામ અચાનક બંધ કરવો પડયો છે. સ્ટેજ પણ વ્યવસ્થિત બાંધેલું ન હોવાથી મારા ડાન્સરને ડાન્સ કરતા ઇજા થઇ શકે એમ છે. આ રીતે અચાનક શો બંધ કરી દેવાથી તમે મને દોષી ઠેરવશો પરંતુ મારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. શો બંધ કરી દેવા બદલ હું માફી માગું છું.