અરહાનનાં પોડકાસ્ટ ડેબ્યૂથી મમ્મી મલાઈકાનો પ્રેમી અર્જુન કપૂર રાજી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
અરહાનનાં પોડકાસ્ટ ડેબ્યૂથી મમ્મી મલાઈકાનો પ્રેમી અર્જુન કપૂર રાજી 1 - image


ડમ્બ બિરિયાની નામે છ હપ્તાની સીરીઝ કરશે

અર્જુને પ્રેમિકાના પુત્રના પ્રોજેક્ટનું ટીઝર શેર કર્યું અને ભરપૂર વખાણ કર્યાં

મુંબઈ: મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના પુત્ર અરહાને પોડકાસ્ટ ડેબ્યૂ કર્યું છે. મલાઈકાનો પ્રેમી અર્જુન કપૂર અરહાનની આ પ્રગતિથી સવિશેષ રાજી થયો છે. 

અરહાન છ હપ્તાનું એક યૂ  ટયૂબ પોડકાસ્ટ બનાવી રહ્યો છે. તેનું ટીઝર તાજેતરમાં રીલીઝ થયું હતું. અર્જુન કપૂરે બહુ ઉમળકાભેર આ ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને તેનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. 

અર્જુન અને મલાઈકા બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેઓ લગ્ન કરી લેવાના હોવાની અટકળો લાંબા સમયથી ચર્ચાયા કરે છે.  બીજી તરફ અરહાનના પિતા અરબાઝ ખાને તાજેતરમાં જ બીજાં લગ્ન કરી લીધાં છે.



Google NewsGoogle News