Get The App

AR રહેમાન સાથે સંબંધો પર મોહિની ડેની સ્પષ્ટતા, કહ્યું- તે મારા પિતા સમાન

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
AR રહેમાન સાથે સંબંધો પર મોહિની ડેની સ્પષ્ટતા, કહ્યું- તે મારા પિતા સમાન 1 - image


Image: Facebook

Mohini Dey: એ આર રહેમાન અને સાયરા બાનોના ડિવોર્સના સમાચારોએ ઈન્ડસ્ટ્રીમાં સૌને ચોંકાવી દીધા છે. આ દરમિયાન બાસિસ્ટ મોહિની ડે અને એ આર રહેમાન વચ્ચેના લિંકઅપના સમાચારો પણ ખૂબ ચર્ચામાં છે. ક્યાંક ને ક્યાંક મોહિની ડે ને એ આર રહેમાનના તલાક પાછળનું કારણ ગણાવાઈ રહી છે પરંતુ આ વાત માત્ર અને માત્ર અફવા છે. હવે પોતે મોહિનીએ આ તમામ અફવાનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે તેનો રહેમાન સાથે કેવો સંબંધ છે. 

તેઓ મારા પિતા સમાન છે

મોહિની અને એ આર રહેમાનના લિંકઅપના સમાચારોએ ઈન્ડસ્ટ્રીમાં સનસની ફેલાવી દીધી, જે એકદમ ખોટું છે. હવે પોતે મોહિનીએ આ અફવાનું ખંડન કરતાં આકરો જવાબ આપી દીધો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને સાથે જ લાંબી પોસ્ટ પણ લખી છે કે 'હું એક બાળક તરીકે તેમની સાથે તેમની ફિલ્મો, ઈવેન્ટ વગેરેમાં કામ કરવાના પોતાના 8.5 વર્ષોના સમયનું સન્માન કરું છું. તેઓ એક લીજેન્ડ છે અને તેઓ મારા માટે પિતા સમાન છે.'

આ પણ વાંચો: મારાં લગ્ન કોની સાથે થવાના છે તે બધાને ખબર છે : રશ્મિકા મંદાના

મીડિયાને લગાવી ફટકાર

મોહિનીએ નોટમાં લખ્યુ- મારા અને એ આર રહેમાન વિરુદ્ધ ખોટી માહિતી અને નિરાધાર ધારણાઓ/દાવાઓને જોવા સંપૂર્ણરીતે અવિશ્વસનીય છે. આ અપરાધિક લાગે છે કે મીડિયાએ બંને ઘટનાઓને અશ્લીલ બનાવી દીધી છે. આ જોઈને નિરાશા થાય છે કે લોકોમાં આ પ્રકારના ભાવનાત્મક મામલા પ્રત્યે કોઈ સન્માન, સહાનુભૂતિ નથી. લોકોની મન:સ્થિતિ જોઈને મને દુ:ખ થાય છે.'

એ આર રહેમાનના સન્માનમાં મોહિનીએ શું કહ્યું?

મોહિનીએ એ આર રહેમાન વિશે વાત કરતાં કહ્યું કે 'મારા જીવનમાં ઘણા આદર્શ અને પિતા તુલ્ય છે જેમણે મારા કરિયર અને પાલન-પોષણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મારા પિતા જેમણે મને સંગીત વિશે બધું જ શીખવાડ્યું જે હવે આ દુનિયામાં નથી રહ્યાં. ગયા વર્ષે તેમનું મૃત્યુ થયુ. હવે રણજીત બારોટ જેમણે મને બિઝનેસથી પરિચિત કરાવી જેમણે મને આકાર આપ્યો અને એ આર રહેમાન જેમણે મને પોતાના શો માં ચમકવાની આઝાદી આપી. હું આને સાચવીને રાખું છું અને હંમેશા રાખીશ.'

મીડિયા અને પેપ્સને કરી ખાસ અપીલ

મોહિનીએ પોતાની વાતને ખતમ કરતાં મીડિયા અને પેપ્સને વિનંતી કરી અને કહ્યું કે 'તમે મારી પ્રાઈવસીનું સન્માન કરો. આવા ખોટા સમાચારોને ન ફેલાવો તેનાથી મારી લાઈફને અસર થાય છે.'


Google NewsGoogle News