પૌત્રીને નોકરાણીના ભરોસે છોડી ગયા અને...: સુપરસ્ટાર મોહન બાબુએ વહુ અને દીકરા વિરુદ્ધ નોંધાવી FIR
Mohan Babu Lodged FIR Against Son: સાઉથ ઈન્ડસ્ટ્રીના ફિલ્મસ્ટાર મોહન બાબુના ઘરમાં લડાઈ એટલી વધી ગઈ છે કે હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મંચુ પરિવારના સભ્યો વચ્ચેના ઝઘડામાં હવે પોલીસ ફરિયાદ થઈ છે. પિતાએ પુત્ર મનોજ મંચુ અને પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તો સામે પુત્રએ પણ પિતા મોહન બાબુ વિરુદ્ધ FIR નોંધાવી છે. બંનેએ એકબીજા પર મારપીટનો આરોપ લગાવ્યો છે.
મોહન બાબુનો જીવ જોખમમાં
મોહન બાબુએ સોમવારે 9મી ડિસેમ્બરે તેમના પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોતાની સુરક્ષાની માંગ કરી હતી. મોહન બાબુએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે કહ્યું છે કે, મારો પુત્ર અને પુત્રવધૂ મારા માટે 'અસામાજિક' તત્વો છે. તારીખ 8/12/2024ના રોજ મારો નાનો પુત્ર શ્રી મનોજ જે હવે મારું ઘર છોડી ગયો છે. તેણે કેટલાક અસામાજિક તત્વો સાથે મળીને મારા ઘરે અશાંતિ સર્જી હતી. ત્યારબાદ તેણે તેની પત્ની શ્રીમતી મોનિકા સાથે ઘર છોડી દીધું અને તેમની 7 મહિનાની પુત્રીને ઘરની નોકરાણીની સંભાળમાં છોડી દીધી છે.'
Mohan babu assets value entha? 1k cr? https://t.co/kg9YoXhFE2
— Telugu Rightist (@hindu_activist7) December 9, 2024
સુપરસ્ટાર મોહન બાબુએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, 'મારા એક કર્મચારીએ મને કહ્યું હતું કે મારા પુત્રના કર્મચારી હોવાનો દાવો કરીને લગભગ 30 લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ધમકી આપી હતી. મે મારા પુત્રને મારી મિલકત માઠી બેદખલ કર્યો છે. આથી આ તમામ લોકો મારા સહિત મારા ઘરે હાજર લોકોના જીવ માટે ભય અને ખતરો ઉભો કરી રહ્યા છે.'
આ પણ વાંચો: સ્ત્રી-થ્રી તત્કાળ નહીં બને સર્જકો સ્ટોરીની શોધમાં
મોહન બાબુના પુત્રએ પણ FIR નોંધાવી
મોહન બાબુના પુત્રએ પણ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે, 'મારા પર 10 અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન મને ઇજા પણ થઈ છે.'
આ સાથે ફરિયાદમાં મોહન બાબુના પુત્રએ મેડિકલ રિપોર્ટનો પણ સમાવેશ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેને કરોડરજ્જુ, ગરદન અને પેટમાં ઈજાઓ થઈ હતી.
મોહન બાબુની મિલકતના વારસદાર વિષ્ણુ અને મનોજ વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. મનોજના લગ્નને લઈને મતભેદની વાત ચાલી રહી છે, જેમાં વિષ્ણુએ હાજરી આપી ન હતી. મનોજે 2023માં મનોજ તેના સંબંધીઓ પર હુમલો કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.