Get The App

મિથુન ચક્રવર્તીને આવ્યો હતો બ્રેન સ્ટ્રોક, તબિયતમાં થયો સુધારો, ડૉક્ટરે આપ્યું હેલ્થ અપડેટ

અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
મિથુન ચક્રવર્તીને આવ્યો હતો બ્રેન સ્ટ્રોક, તબિયતમાં થયો સુધારો, ડૉક્ટરે આપ્યું હેલ્થ અપડેટ 1 - image


Mithun Chakraborty Health Update: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુ:ખાવો થતા શનિવારે સવારે કોલકાતાની એપોલો હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું અને કહ્યું કે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો.

મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો

મિથુન ચક્રવર્તીના તબિયતને લઈને લઈને અભિનેત્રી દેબાશ્રી રોયે કહ્યું કે, 'હું મિથુનને  હોસ્પિટલમાં મળી હતી. તે હવે સ્વસ્થ છે, તે એકદમ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. હવે તે આઈસીયુમાંથી બહાર છે અને એક રૂમમાં આરામ કરી રહ્યો છે.'

ડાયરેક્ટર પથિકૃત બસુ પણ અભિનેતાને હોસ્પિટલમાં મળ્યા હતા, તેમણે કહ્યું હતું કે, 'હું તમને જણાવી દઉં કે હું હમણાં જ હોસ્પિટલમાંથી આવ્યો છું. હું મિથુન ચક્રવર્તીને મળ્યો અને તે સ્વસ્થ છે. અને મિથુન દાએ કહ્યું છે કે થોડા દિવસો પછી ફરી શૂટિંગ શરૂ કરશે.'

ભાજપ નેતાએ મિથુન ચક્રવર્તીના લીધા ખબરઅંતર

પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે પીઢ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં મળ્યા હતા.

10મી ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં કરાયા દાખલ

અભિનેતા મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવાર (10 ફેબ્રુઆરી) સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. થોડો થોડો મુંઝારો પણ થવા લાગ્યો. તબિયત બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, મિથુન ચક્રવર્તીને હાલમાં જ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારે ખુદ માટે કંઈ નથી માંગ્યું. વગર માંગ્યે કંઈક મેળવવાની ખુબ ખુશી થઈ રહી છે. આ ખુબ અદ્ભુત અને અલગ અનુભવ છે. મને બહુ સારું લાગી રહ્યું છે.


Google NewsGoogle News