Get The App

દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી 1 - image


70th National Film Awards ceremony : લેજેન્ડ એક્ટર મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેજગતમાં યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. તેમને આ એવોર્ડ 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડના સમારોહમાં એનાયત કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને આ એવોર્ડથી સન્માનિત કરાયાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના એક્સ એકાઉન્ટ પર જાણકારી આપી કે કોલકાતાના માર્ગોથી સિનેમાની દુનિયામાં શિખર સુધી મિથુન દાની સિનેજગતની જર્નીએ દરેક પેઢીને ઈન્સ્પયાર કર્યું છે. હું એલાન કરતાં સન્માનિત અનુભવી રહ્યો છું કે દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ઈન્ડિયન સિનેજગતમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. મિથુન ડિસ્કો ડાન્સર, અગ્નિપથ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યા હતા.

પહેલી જ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ એવોર્ડ

મિથુનની ફિલ્મ ઇંડસ્ટ્રીમાં સફર ઇન્સ્પિરેશનલ રહી છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપીને ફેન્સને એન્ટરટેન કર્યા છે. કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવતી એક્ટર, પ્રોડ્યુસર અને પોલિટિશયન છે. તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી, બંગાળી, તમિળ, ભોજપુરી, તેલુગૂ, કન્નડ, પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1977 માં ફિલ્મ Mrigayaa થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મ માટે તેમને બેસ્ટર એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. 

મિથુનની શાનદાર કરિયર

પોતાના કરિયરની શરૂઆતમાં તે નાના રોલ્સમાં જોવા મળ્યા હતા. 'દો અંજાને', 'ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન' મૂવીમાં મિથુને નાનકડો રોલ કર્યો હતો. પછી 1979 માં આવેલી લો બજેટ ફિલ્મ 'સુરક્ષા'એ તેમને ફેમ અપાવવામાં મદદ કરી. મૂવી 'પ્રેમ વિવાહ'એ પણ તેમને કરિયરને બૂસ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિથુને 'હમ સે બઢકર કૌન', 'શાનદાર', 'ત્રિનેત્ર', 'અગ્નિપથ', 'હમ સે હૈ જમાના', 'વો જો હસીના', 'એલાન', 'જોર લગા કે...હૈય્યા', 'ચલ ચલેં', 'ડિસ્કો ડાન્સર', 'ટેક્સી ચોર', 'ધ કશ્મીર ફાઇલ્સ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના કરિયરમાં ઉમદા અભિનય માટે તેમને 3 વખત નેશનલ એવોર્ડ મળ્યા છે. 


Google NewsGoogle News