કોઇ મિલ ગયા સહિતની ફિલ્મોમાં કામ કરનાર મિથિલેશ ચતુર્વેદીનું અવસાન
- અભિનેતા લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડાતો હતો
મુંબઇ : બોલીવૂડમાંથી ફરી એક વખત માઠા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી હૃદયને લગતી બીમારીથી પીડાઇ રહ્યો હતો.
મિથિલેશને થોડા દિવસો પહેલા જ હાર્ટએટેક આવ્યો હતો, તે પછી તે પોતાના હોમટાઉન લખનૌમાં શિફ્ટ થઇ ગયા હતા. શનિવારે, ૩ ઓગસ્ટના રોજ સાંજના તેણે અંતિમ શ્વાસ લીધા હતા. જેની પુષ્ટિ તેના જમાઇ આશીષ ચતુર્વેદીએ આપી હતી.
મિથિલેશને કોઇ મિલ ગયા ફિલ્મથી લોકપ્રિયતા મળી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૃઆત ૧૯૯૭માં ફિલ્મ ભાઇભાઇથી કરી હતી. આ પછી તેણે સત્યા, ફિઝા, કોઇ મિલ ગયા અને ક્રિષ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કોઇ મિલ ગયામાં મિથિલેશે હૃતિકના પાત્રના શિક્ષકની ભૂમિકા ભજવી હતી. સાલ ૨૦૨૦માં તે વેબ સીરીઝ સ્કેમ ૧૯૯૨માં પણ જોવા મળ્યો હતો.
રિપોર્ટના અનુસાર, મિથિલેશ ચતુર્વેદીજલદી જ વેબસીરીઝ ટલ્લીજોડીમાં જોવા મળવાનો હતો. આ સીરીઝમાં તે માનિની ડે સાથે કામ કરી રહ્યો હતો.