અક્ષય-તબુની ભૂત બંગલામાં મિથિલા પાલકરની પણ એન્ટ્રી
- ફિલ્મનું શૂટિંગ શરુ, આવતાં વર્ષે રીલિઝ થશે
મુંબઇ : અક્ષય કુમાર અને તબુની ફિલ્મ 'ભૂત બંગલા'માં મિથિલા પાલકરની પણ એન્ટ્રી થઈ છે. તે ફિલ્મમાં અક્ષયની બહેનનો રોલ ભજવવાની છે. મિથિલાએ આ ફિલ્મનાં શૂટિંગ માટે પચ્ચીસ દિવસ ફાળવ્યા છે. ફિલ્મનું શૂટિંગ હાલ શરુ થઈ ચૂક્યું છે. આવતાં વર્ષે એપ્રિલમાં આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. મિથિલાએ મરાઠી ફિલ્મોથી કારકિર્દી શરુ કરી છે. તે પછી તે ઓટીટી પર કેટલાક શો તથા ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મ 'ચોપસ્ટીક્સ'થી તે વધારે જાણીતી બની છે. આ ફિલ્મ દ્વારા પ્રિયદર્શન લાંબા સમય પછી કોમેડી જોનરમાં પુનરાગમન કરી રહ્યો છે.
અક્ષય કુમાર અને તબુ ૧૪ વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે દેખાવાનાં છે.
ફિલ્મના અન્ય કલાકારોમાં પરેશ રાવલ, અસરાની તથા રાજપાલ યાદવનો પણ સમાવેશ થાય છે.