Mission Raniganj: સત્ય ઘટના પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ જોઇને ફેન્સ થયા ઇમોશનલ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
Mission Raniganj: સત્ય ઘટના પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ જોઇને ફેન્સ થયા ઇમોશનલ 1 - image


Image: Twitter Akshay Kumar 

નવી મુંબઇ,તા. 6 ઓક્ટોબર  2023, શુક્રવાર

અક્ષય કુમારની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મની શરૂઆત એકદમ શાનદાર લાગી રહી છે. 

હવે ફિલ્મને લઈને દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. ટ્વિટર પર યૂઝર્સ શાનદાર રિએક્શન આપી રહ્યા છે.

'મિશન રાણીગંજ' બોક્સ ઓફિસ કલેક્શન 

'મિશન રાણીગંજ'ની પહેલા દિવસની કમાણીનો અંદાજિત આંકડો આવી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, 'મિશન રાણીગંજ' રિલીઝના પ્રથમ દિવસે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. 55 કરોડના બજેટથી બનેલી 'મિશન રાણીગંજ'ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક છે. 

ટ્વીટર રિવ્યુ

ઘણા લોકો આ ફિલ્મને મનોરંજક અને પ્રેરક ફિલ્મ કહી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનો રોલ નિભાવી રહેલી પરિણીતી ચોપરાના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મ ખૂબ જ શાનદાર રીતે બનાવવામાં આવી છે. આ એક હાઈ ટેન્શન ડ્રામા છે, જે દરેક વ્યક્તિએ એકવાર જોવો જોઈએ.

અક્ષય કુમારને ટેગ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, 'આ જ કારણ છે કે મારો હીરો અન્ય કલાકારો કરતા સારો છે.

'KRKએ પણ ખેલાડી કુમારના ખૂબ વખાણ કર્યા હતા. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે મેં, મિશન રાણીગંજ જોઇ અને કેટલી શાનદાર ફિલ્મ છે... એરલિફ્ટ અને રુસ્તમ જેવી ફિલ્મો બાદ હવે અક્ષય કુમાર તેની બેસ્ટ ફિલ્મમાં છે.

ફિલ્મની સ્ટોરીની જો વાત કરીએ તો, માઈનિંગ એન્જિનિયર અને રેસ્ક્યૂ ટ્રેન્ડ અધિકારી જસવંત સિંહ ગિલની છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમણે પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણોના પૂરમાં ફસાયેલા 65 માઇર્સનોજીવ બચાવ્યો. આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે.  



Google NewsGoogle News