Get The App

Miss World 2024: 28 વર્ષ પછી ભારતમાં યોજાશે મિસ વર્લ્ડ ફાઇનલ, જાણો ક્યારે અને ક્યાં...

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
Miss World 2024: 28 વર્ષ પછી ભારતમાં યોજાશે મિસ વર્લ્ડ ફાઇનલ, જાણો ક્યારે અને ક્યાં... 1 - image


નવી મુંબઇ,તા. 9 માર્ચ 2024, શનિવાર 

ભારતમાં 28 વર્ષ બાદ મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરા પણ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે. આ પહેલા વર્ષ 1996માં ભારતને આવી તક મળી હતી. આ વર્ષે આ સ્પર્ધા ભારતના મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આ સમય દરમિયાન, અગાઉની હરીફાઈની વિજેતા, પોલેન્ડની રહેવાસી કેરોલિના બિલાવસ્કા આ વર્ષની વિજેતાનો તાજ પહેરશે. આ ઇવેન્ટ શનિવારે સાંજે, 9 માર્ચ, 2024 ના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

લાઈવ ક્યાં જોવું?

આ ઈવેન્ટને ઘરેથી લાઈવ જોવા માટે મિસ વર્લ્ડની ઓફિશિયલ વેબસાઈટ www.missworld.com પર જોઈ શકો છો. આ સ્પર્ધાને કોઈપણ OTT પ્લેટફોર્મ પર જોવા માંગો છો, તો તમે તેને સાંજે 7:30 વાગ્યાથી સોની લિવ પર પણ જોઈ શકો છો.

આ વખતે આ ગ્રાન્ડ કોન્ટેસ્ટ ભારતમાં આયોજિત કરવામાં આવી રહી હોવાથી તેનું આયોજન પણ દેશના પ્રખ્યાત સેલિબ્રિટી કરણ જોહર કરી રહ્યા છે. હવે બોલિવૂડના દિગ્દર્શકો પણ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે. આ શોમાં ટોની કક્કર, નેહા કક્કર અને શાન જેવા ઘણા ભારતીય સ્ટાર્સ પણ પરફોર્મ કરશે.

શો ના જજ

જજની પેનલમાં વિવિધ ક્ષેત્રની દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિકેટર હરભજન સિંહ, ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની સીઈઓ જુલિયા મોર્લે, અભિનેત્રી પૂજા હેગડે અને કૃતિ સેનનનું નામ સામેલ છે.


Google NewsGoogle News