મિકાએ ઉદિત નારાયણની કિસ કોન્ટ્રોવર્સીની ઠેકડી ઉડાડતાં કહ્યું - હું તો જવાન હતો પણ...
Udit Narayan Kiss controversy : મીકા સિંહ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ગાયક છે. તેમના ગીતો પર ચાહકો નાચવા માટે મજબૂર થઈ જાય છે. મીકાના ગીતો હંમેશા ચાર્ટબીટમાં છવાયેલા રહે છે. પરંતુ તેમના ગીતોની સાથે સાથે મીકા સિંહ કેટલાક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. રાખી સાવંત સાથે મીકા સિંહના કીસનો પર ઘણો વિવાદ થયો હતો.
આ પણ વાંચોઃ 'કોઈ માઈનો લાલ મને અને...' ગોવિંદા સાથે છુટાછેડાની અફવા વચ્ચે સુનિતાએ તોડ્યું મૌન
વિવાદ હંમેશા મોટા માણસ સાથે થાય છે
હવે મીકા સિંહે પોતાના કન્ટ્રોવર્સી કિંગના ટેગ વિશે વાત કરી છે. એક વાતચીતમાં મિકાએ કહ્યું, " મને 'કન્ટ્રોવર્સી કિંગ' શીર્ષક સાંભળવું એટલા માટે સારુ લાગે છે, કારણ કે વિવાદ હંમેશા મોટા માણસ સાથે થાય છે." જેટલું મોટું નામ, તેટલો જ મોટો વિવાદ.
તે સમયે હું જુવાન હતો, સમજોને કે બાળક જ હતો...
આ સાથે મીકા સિંહે સિંગર ઉદિત નારાયણના કીસ વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી. ઉદિત નારાયણ પર કટાક્ષ કરતા મીકા સિંહે કહ્યું કે, તાજેતરમાં મારો વિદ્યાર્થી આવ્યો છે, તેમનું નામ ઉદિત નારાયણ છે. તેણે કહ્યું કે, ક્યાંકને ક્યાક તેમના મનમાં કદાચ મારા જૂના વિવાદો હશે. તે સમયે હું જુવાન હતો. સમજોને કે બાળક જ હતો. તેમને એવું લાગ્યું હશે કે, તેણે આવું કર્યું છે, તો મારે પણ કંઈક કરવું જોઈએ.
મિકાએ આગળ કહ્યું કે, દરેક વ્યક્તિએ ખાસ કરીને ગાયક મીકા સિંહ બનવા માંગે છે. જો હું ફાર્મહાઉસ બનાવીશ, તો તેઓ પણ ફાર્મહાઉસ બનાવશે. મારું ફાર્મહાઉસ એક તળાવ પાસે છે તેથી લોકોએ ત્યાં ઘર બનાવવા છે.
આ પણ વાંચોઃ બેંગકોકમાં ઈજાગ્રસ્ત થયા અરુણા ઈરાની, સારવાર બાદ મુંબઈ પરત આવ્યા તો ઈન્ફેક્શનથી પરેશાન
...તો હંમેશા ગાવા પર ધ્યાન ફોકસ કરો
તેઓ મારી જેમ ઘોડા પણ ખરીદવા માંગે છે. મારી જેમ કૂતરા પણ પાળે છે. જો તમે સારા ગાયક છો તો હંમેશા ગાવા પર ધ્યાન ફોકસ કરો. પણ ના તેમણે બધાને બતાવવું પડશે કે, આજે મેં એક મોટી ગાડી ખરીદી છે. મિકાએ એમ પણ કહ્યું કે, તે શાહરૂખ ખાનથી પ્રેરિત છે અને ગાયકોમાં તે ગુરદાસ માન અને દલેર મહેંદીને પોતાની પ્રેરણા માને