મેગા સ્ટાર રજનીકાંતની પણ બાયોપિક બની રહી છે
- સાજિદ નડિયાદવાલાએ રાઈટ્સ ખરીદ્યા
- ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે, તે પછી કલાકારો ફાઈનલ કરાશે
મુંબઇ : મેગા સ્ટાર રજનીકાંતની બાયોપિક બની રહી છે. બોલીવૂડ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ બાયોપિક બનાવવા માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.
રજનીકાંતની જિંદગી તેમની ફિલ્મો જેટલી જ રોચક છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલાં તેઓ બસ કન્ડકટર હતા એ વાત જાણીતી છે. તમિલ ફિલ્મોથી શરુ કરીેને દેશ દુનિયામાં પોતાનો આગવો ફેન બેઝ ઊભો કરનારા રજનીકાંત મૂળ તમિલિયન પણ નથી. તેમનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેમના વડીલો મહારાષ્ટ્રના નાસિકના એક ગામથી કર્ણાટક શિફ્ટ થયા હતા.
રજનીકાંતે આજદિન સુધી ૧૭૦ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ ૭૪ વર્ષની વયે પણ તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરુ કરી દીધી છે. એકવાર સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ બાકીના કલાકારોની પસંદગી કરવામાં આવશે. ફિલ્મ રજનીકાંતના ગ્લોબલ ઓડિયન્સને ધ્યાને રાખીને બનાવવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.