ચાની દુકાને કપ-રકાબી ધોયા પછી એક જ ફિલ્મથી કિસ્મત બદલાઈ, ઓસ્કારમાં પણ મળ્યું નોમિનેશન

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ચાની દુકાને કપ-રકાબી ધોયા પછી એક જ ફિલ્મથી કિસ્મત બદલાઈ, ઓસ્કારમાં પણ મળ્યું નોમિનેશન 1 - image


Adarsh Gourav: નવોદિત કલાકારને ઓસ્કર નોમિનેશન મળવુ એ કોઈ નાની-મોટી સિદ્ધિ નથી, પરંતુ ભારતીય ફિલ્મ જગતના આ અભિનેતાએ અશક્ય લાગતુ કામ ખરેખર કરી બતાવ્યું છે. માત્ર 4 ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા ભજવ્યા બાદ આ અભિનેતાએ એક જ ફિલ્મમાં એવું કામ કર્યું કે હવે તેની વાહવાહી ઓસ્કાર સુધી પહોંચી ગઈ છે. આજે અમે વાત કરી રહ્યાં બોલિવૂડના એક ઉભરતા સિતારાની...

ઝારખંડના જમશેદપુરના યુવક માટે એકેડેમી એવોર્ડ્સમાં નોમિનેટ થવુ એક સ્વપ્ન સમાન છે, પરંતુ આ સપનું નથી વાસ્તવિકતા છે. બોલિવૂડના આ અભિનેતાએ 2010માં આવેલી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં યંગ શાહરૂખ ખાનની ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અભિનેતા અન્ય કેટલીક એવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, જ્યાં એક્ટરને માત્ર દર્શકોનો જ નહીં, પરંતુ વિવેચકોનો પણ ઘણો પ્રેમ મળ્યો હતો.

અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યાં છીએ તેનું નામ છે આદર્શ ગૌરવ. 30 વર્ષીય અભિનેતાએ શાહરૂખ ખાનની 'માય નેમ ઈઝ ખાન'માં કામ કર્યા બાદ 2016માં ઇંગ્લિશ એંથોલોજી 'મેડલી'માં કામ કર્યું હતું. આ પછી 2017માં તેણે ક્લાસિક ફિલ્મ 'રૂખ' અને 'મોમ'માં પણ કામ કર્યું.

Adarsh Gouravઆદર્શ ગૌરવે 'માય નેમ ઈઝ ખાન'ના ઓડિશનનો કિસ્સો શેર કરતાં કહ્યું કે, હું માત્ર 14 વર્ષનો હતો. આ ફિલ્મ માટે ઓડિશન આપવા ગયો ત્યારે મને શાહરૂખ ખાનનો એક વીડિયો બતાવવામાં આવ્યો જેમાં કિંગખાન ખુરશી રિપેર કરી રહ્યા હતા. ઓડિશનમાં આદર્શને આવું જ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે ઓડિશનમાં ખુરશી રિપેર કરી અને ફિલ્મ માટે સિલેક્ટ થઇ ગયો.

'ધ વ્હાઇટ ટાઇગર'

2021માં આદર્શ ગૌરવને ફિલ્મ મળી જેણે તેનું નસીબ બદલી નાખ્યું. આ ફિલ્મ હતી 'ધ વ્હાઇટ ટાઇગર'. આ ફિલ્મમાં આદર્શ ગૌરવે બલરામ હલવાઈની ભૂમિકા ભજવી હતી અને ઘણી નામના મેળવી હતી. આ ફિલ્મને 93મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ)માં બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે નોમિનેશન મળ્યું હતું. આ ફિલ્મ દરમિયાન જ આદર્શે પોતાના રોલની તૈયારી માટે ચાની દુકાન પર 100 રૂપિયા પ્રતિદિનના મહેનતાણે કામ કર્યું હતું.

વોગને આપેલા એક ઈન્ટરવ્યુમાં આદર્શ ગૌરવે ખુલાસો કર્યો કે, 'ધ વ્હાઇટ ટાઇગર' મૂવીમાં પોતાના કેરેક્ટરને સમજવા માટે, આસપાસની પરિસ્થિતિને અને દુનિયાને જાણવા માટે ઝારખંડના ચલકરી નામના ગામની મુલાકાત લીધી હતી. અહીંથી તેણે કિરદારને નિભાવવા માટે સમજ કેળવી હતી. ત્યારબાદ પોતાનો વેશ બદલીને દિલ્હીના સાકેતમાં ચાની દુકાનમાં રહેવા લાગ્યો.

Adarsh Gourav

આદર્શ ગૌરવે આગળ કહ્યું હતું કે, “મેં બલરામ જેવો પોશાક પહેર્યો, મારા વાળ- દાઢી અસ્તવ્યસ્ત રાખ્યા. હુ ઘણા અઠવાડિયા સુધી ન્હાયો પણ નહોતો. પ્લેટ સાફ કરીને અને લોકોને ચા આપીને રોજના 100 રૂપિયા કમાઈ લેતો હતો. મને આ કડવા અનુભવથી નફરત થતી હતી. એક દિવસ હું હોટેલ પરત જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને બેગ બદલવા માટે 20 રૂપિયા આપ્યા હતા. આ તમામ ક્ષણોએ મને મારા પાત્ર માટે સારી રીતે તૈયાર કર્યો હતો.”

આદર્શ ગૌરવ ઉપરાંત 'ધ વ્હાઇટ ટાઇગર'માં પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ પણ હતા. આ ફિલ્મ માટે, આદર્શ ગૌરવને શ્રેષ્ઠ અભિનેતા માટે AACTA આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ માટે BAFTA એવોર્ડ અને બેસ્ટ મેલ લીડ માટે સ્પિરિટ એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું હતુ.

Adarsh Gourav AND PRIYANKA CHOPARA

આ ફિલ્મોમાં જોવા મળ્યો એક્ટર

આદર્શે 'ખો ગયે હમ કહાં', 'મોમ', 'ધ વ્હાઇટ ટાઇગર', 'રૂખ', ‘વો ભી દિન થે’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યંં છે. તેણે 'હોસ્ટેલ ડેઝ', 'ડાઇ ટ્રાયિંગ' જેવી વેબ સિરીઝ પણ કરી છે. ગયા વર્ષે, Netflix પર 'ગન્સ એન્ડ ગુલાબ' નામની તેની એક વેબ સિરીઝ રિલીઝ થઈ હતી, જેમાં તેણે સતીશ કૌશિકના પુત્રની ભૂમિકા ભજવી હતી. લોકોને આ વેબ સિરીઝ પણ ખૂબ જ પસંદ આવી હતી.


Google NewsGoogle News