90ના દાયકાની જાણીતી અભિનેત્રી 60 વર્ષની વયે પણ આઈટમ સોન્ગ કરવા તૈયાર, કહ્યું - 'મારે પુષ્પા 3માં...'
Meenakshi Seshadri: મીનાક્ષી શેષાદ્રી 90ના દાયકાની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી ભરતનાટ્યમ, કથક અને ઓડિસીની ટ્રેઈન્ડ ડાન્સર છે તેમજ તે ડાન્સ રિયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે. મીનાક્ષીએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. જો કે હવે લાંબા સમય બાદ મીનાક્ષી સિલ્વર સ્ક્રીન પર પાછા ફરવા ઈચ્છે છે. તેણે એક હાલના જ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અઈતમ સોન્ગ કરવા ઈચ્છે છે.
આઈટમ સોન્ગ કરવા ઈચ્છે છે મીનાક્ષી
60 વર્ષની મીનાક્ષી શેષાદ્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'હું એક પ્રશિક્ષિત ડાન્સર હોવા છતાં પણ મેં મારી ફિલ્મમાં ક્યારેય આઈટમ સોન્ગ નથી કર્યા. આથી હું તે કરવા ઈચ્છું છું. મારી ઈચ્છા છે પુષ્પા 3માં આઈટમ સોન્ગ કરવાની. અને બધા બેસીને જોવે અને વાહ કહે. હું તે વિચારધરાને તોડવા માંગું છે કે આઈટમ સોન્ગ કરવા માટે તમારી ઉંમર 20 વર્ષની આસપાસ હોવી જોઈએ, કે તમારે આ પ્રકારનો દેખાવ રાખવો પડે છે, હું આ બધાને અવગણવા માંગુ છું.'
આ પણ વાંચો: રાજકુમાર રાવની ફિલ્મમાં માનુષીને હિરોઈનનો રોલ ઓફર
મીનાક્ષી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા ઈચ્છે છે
મીનાક્ષી શેષાદ્રી જ્યારે હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા ત્યારે તેની કારકિર્દીની ટોચ પર હતી અને તે ઈન્ડસ્ટ્રી છોડીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. અભિનેત્રી હાલમાં જ મુંબઈ આવી છે અને સિલ્વર સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન મીનાક્ષીએ ઈન્ડસ્ટ્રીમાં તેના કમબેક વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો: આખરે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની ઓફિશિયલ સગાઈ
અભિનેત્રીએ કરી હતી આ ફિલ્મો
મીનાક્ષી શેષાદ્રીએ જણાવ્યું કે તે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોને મળી રહી છે. મીનાક્ષીએ હીરો, આંધી-તુફાન, મેરી જંગ, સ્વાતિ, દિલવાલા, ઘર હો તો ઐસા, ઘાતક, ડકૈત અને પરિવાર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.