Get The App

'દામિની' ફેમ મીનાક્ષી શેષાદ્રીની પુત્રી સામે ફેલ છે સારા અને જ્હાન્વી પણ, ફોટા જોઈને થઈ જશો હેરાન

Updated: May 30th, 2022

GS TEAM


Google News
Google News
'દામિની' ફેમ મીનાક્ષી શેષાદ્રીની પુત્રી સામે ફેલ છે સારા અને જ્હાન્વી પણ, ફોટા જોઈને થઈ જશો હેરાન 1 - image

મુંબઈ, તા. 30 મે 2022, સોમવાર

મીનાક્ષી શેષાદ્રી 80 અને 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી હતી. મીનાક્ષીએ 90ના દાયકામાં કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને જોવાનું લોકો આજે પણ પસંદ કરે છે. મીનાક્ષી શેષાદ્રીની ફિલ્મ 'દામિની'ને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને આ ફિલ્મમાં મીનાક્ષીનું પાત્ર અવું હતુ કે લોકો તેને 'દામિની' નામથી બોલાવવા લાગ્યા હતા. આજે પણ લોકો મીનાક્ષી શેષાદ્રીને દામિની નામે ઓળખે છે. હાલમાં મીનાક્ષી શેષાદ્રી ભલે ફિલ્મોમાં એક્ટિવ ન હોય પરંતુ લોકો તેની લાઈફને જાણવા માટે આજે પણ ઉત્સુકતા ધરાવે છે. જો તમે મીનાક્ષી શેષાદ્રીમા ફેન છો તો તમે તેની દિકરીની તસવીર જોઈને તમે ખુશ થઈ જશો.  

'દામિની' ફેમ મીનાક્ષી શેષાદ્રીની પુત્રી સામે ફેલ છે સારા અને જ્હાન્વી પણ, ફોટા જોઈને થઈ જશો હેરાન 2 - image

મીનાક્ષી શેષાદ્રીની એક દિકરી છે તેનું નામ કેન્દ્રા મૈસૂર (Kendra Mysore) છે. કેન્દ્રા દેખાવમાં અદભૂત અને ગ્લેમરસ લાગે છે. કેન્દ્રા મૈસૂર (Kendra Mysore)ની એક ફોટો સામે આવી છે જેમાં તેને વાઈટ ટોપમાં જોઈ શકાય છે. મીનાક્ષી શેષાદ્રીની દિકરી આ તસવીરમાં ક્યુટ સ્માઈલ આપી રહી છે અને તેની સ્ટાઈલ ફોટોમાં બોલિવૂડ અભિનત્રીથી ઓછી નથી. કેન્દ્રા તસવીરમાં ખૂબ સુંદર લાગી રહી છે. કેન્દ્રાની આ તસવીર સામે આવતા સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મોનાક્ષી શેષાદ્રીની દિકરી કેન્દ્રા મૈસૂરની તસવીર જોતા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા એક લખ્યું હતું કે, તેની આગળ સારા અને જાન્હવી પણ ફેલ છે. તો બીજા યુઝર્સ લખ્યું હતું કે, અત્યાર સુધી તમે ક્યાં હતા. આવી રીતે ઘણી બધી પ્રતિક્રિયાઓ કેન્દ્રાના ફોટો પર જોવા મળી રહી છે.

Tags :