મીના કુમારીની બાયોપિકનું ટાઈટલ કમાલ ઔર મીના હશે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
મીના કુમારીની બાયોપિકનું ટાઈટલ કમાલ ઔર મીના હશે 1 - image


મુંબઇ : સ્વ. અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું ટાઈટલ 'કમાલ ઔર મીના' જાહેર કરાયું છે. આ ફિલ્મમાં મુખ્યત્વે મીના કુમારી તથા તેમના પતિ કમાલ અમરોહીની  લવ સ્ટોરી દર્શાવાશે. સ્વ. કમાલ અમરોહીના પૌત્ર બિલાલ અમરોહી આ ફિલ્મ બનાવી રહ્યા છે. 'મહારાજ' તથા 'હિચકી' સહિતની ફિલ્મોના ડાયરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને દિગ્દર્શન સોંપાયું છે. ફિલ્મની ગીતો ઈરશાદ કામિલ લખશે જ્યારે સંગીત એ. આર. રહેમાનને સોંપાયું છે. 

મીના કુમારીની વય  જ્યારે માંડ ૧૮ વર્ષની હતી ત્યારે કમાલ અમરોહી સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી.  ફિલ્મમાં આ પ્રસંગથી માંડીને તેમના અંગત સંબંધોમાં આવેલા ઉતાર ચઢાવની વાત દર્શાવાશે. મીના કુમારીએ તેમનાથી ૨૦ વર્ષ મોટા કમાલ અમરોહી સાથે લગ્ન કર્યાં હતાં. કમાલ  અમરોહીએ જ મીના કુમારી માટે યાદગાર  ફિલ્મ 'પાકિઝા' બનાવી હતી.  મીના કુમારીની કબર પાસેજ કમાલ અમરોહીની કબર છે. 


Google NewsGoogle News