Get The App

અક્ષય-ટાઇગરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીત રિલીઝ, સોનાક્ષી સંગ ડાન્સ કરતાં નજરે પડ્યા સ્ટાર્સ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
અક્ષય-ટાઇગરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીત રિલીઝ, સોનાક્ષી સંગ ડાન્સ કરતાં નજરે પડ્યા સ્ટાર્સ 1 - image


નવી મુંબઇ,તા. 28 ફેબ્રુઆરી 2024,બુધવાર 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ હાલમાં તેમની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં બંને કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવી છે. ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું નવું ગીત 'મસ્ત મલંગ ઝૂમ' રિલીઝ થયું છે.

અક્ષય કુમારે શેર કર્યું ફિલ્મનુ ગીત 

અક્ષય કુમારે 'મસ્ત મલંગ ઝૂમ'  સોન્ગને શેર કરતી વખતે લખ્યું કે, 'મસ્ત એનર્જી,બીટ્સ મલંગ,ગ્રુવ-ઝૂમ. આ ટાઇમ છે મસ્ત મલંગ ઝૂમના તાલે ડાન્સ કરવાનો..બડે મિયાં છોટે મિયાં ઈદ પર રિલીઝ થશે.

મહત્વનું છેકે, આ ગીત વિશાલ મિશ્રાએ કમ્પોઝ કર્યું છે, જ્યારે ઇર્શાદ કામિલે તેના લિરિક્સ લખ્યા છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ ફૂટ-ટેપિંગ અને કેચી નંબરમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને નિખિતા ગાંધીએ આ સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે, જેના કારણે ગીત વધુ સારું લાગે છે. 

ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો,  આ ફિલ્મમાં અક્ષય અને ટાઈગર ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર, અલાયા એફ અને રોનિત રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


Google NewsGoogle News