Get The App

VIDEO : ઝુકરબર્ગ અને પત્ની પ્રિસિલા અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈ ચોંકી ગયા

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં દેશ-વિદેશની હસ્તીઓ જામનગર પહોંચી છે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : ઝુકરબર્ગ અને પત્ની પ્રિસિલા અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈ ચોંકી ગયા 1 - image


Anant Radhika pre wedding : એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. બંનેનો પ્રિ-વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાય રહ્યો છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, રમત-જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ હાજર રહેવા જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન મેટાના સીઈઓ અને તેમના પત્નીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ (expensive wristwatch) જોઈ ચોંકી જાય છે.

ઝુકરબર્ગ અને પ્રિસિલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) અને તેમના પત્ની પ્રિસિલા ચાન (Priscilla Chan) જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી છે. તેઓ ગઈકાલે  ટ્રેડિશનલ લુકમાં પણ જોવા મળ્યા હતા, ત્યારે હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video Goes viral) થઈ રહ્યો છે જેમાં તે અનંત અંબાણીની Audemars Piguet બ્રાન્ડની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને દંગ રહી જાય છે. 

લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડોમાં

વીડિયોમાં ઝુકરબર્ગના પત્ની પ્રિન્સિલાને અનંત અંબાણીના હાથમાં બાંધેલી Audemars Piguet બ્રાન્ડની લક્ઝુરિયસ ઘડિયાળને આશ્ચર્ય રીતે જોતા જોઈ શકાય છે અને ત્યારાબાદ ચાન આ ઘડિયાળ વિશે અનંત અંબાણી સાથે ચર્ચા કરે છે. માહિતી અનુસાર આ લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડોમાં હોય છે. અગાઉ ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીના બીજા દિવસે જંગલ-થીમ આધારિત પોશાકમાં જોવા મળ્યા હતા.


Google NewsGoogle News