રાજકુમાર રાવની ફિલ્મમાં માનુષીને હિરોઈનનો રોલ ઓફર

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
રાજકુમાર રાવની ફિલ્મમાં માનુષીને હિરોઈનનો રોલ ઓફર 1 - image


- ગેંગસ્ટરની વાર્તા પર આધારિત ફિલ્મ હશે

- આવતા મહિને શૂટિંગ શરુ થશે અને આગામી વર્ષે રીલિઝનું પ્લાનિંગ

મુંબઇ : રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે.  આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે. 

રાજકુમાર રાવ એક ગેન્ગસ્ટેર ડ્રામા પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો છે એવા સમાચાર ઘણા સમય પહેલા હતા. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,  હિરોઈન તરીકે માનુષી છિલ્લરને  રોલ ઓફર કરાયો છે. આમ, પ્રથમ વખત રાજકુમાર રાવઅને માનુષી છિલ્લરની જોડી રૂપેરી પડદે જોવા મળશે.  આગામી મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને આવતાં વર્ષે રીલિઝ કરી દેવાશે. 

આ ફિલ્મમાં રાજકુમાર રાવ પ્રથમ વખત ગેન્ગસ્ટરના રોલમાં જોવા મળવાનો છે. લાંબા સમય બાદ તે કોમેડી ફિલ્મોથી બ્રેક લેશે. 


Google NewsGoogle News