Get The App

12મું ટોપ કર્યા બાદ ડૉક્ટર બની, મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને એક્ટ્રેસ બની, હવે રેમ્પવૉક દ્વારા છવાઈ

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
12મું ટોપ કર્યા બાદ ડૉક્ટર બની, મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને એક્ટ્રેસ બની, હવે રેમ્પવૉક દ્વારા છવાઈ 1 - image


Image Source: Instagram

Manushi chhillar:  બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં 4 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. માનુષીની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી પરંતુ તેમ છતાં તેણે તેને સ્ટાર બનાવી દીધી. 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર અભ્યાસમાં પણ ટોપર રહી છે અને 12માં ધોરણમાં ઓલ ઈન્ડિયામાં ટોપર રહી હતી. હવે તે રેમ્પવોક દ્વારા છવાઈ ગઈ છે. માનુષીએ તાજેતરમાં જ બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ સાથે રેમ્પ વોક કર્યું છે. તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માનુષી રેમ્પ પર પોતાનો જલવો દેખાડી રહી છે. ચાહકોને પણ આ બંને સ્ટાર્સની જોડી ખૂબ પસંદ આવી અને તેઓ તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.



મિસ વર્લ્ડ બનતા જ બોલિવૂડમાં મારી એન્ટ્રી

14 મે 1997ના રોજ હરિયાણાના રોહતક શહેરમાં જન્મેલી માનુષી છિલ્લર બાળપણથી જ તેજ દિમાગની રહી છે. તેના પિતા મિત્રવાસુ છિલ્લર DRDOમાં રિસર્ચ સ્કોલર છે. માનુષીની માતા વ્યવસાયે ડૉક્ટર છે. માનુષીએ પોતાનું સ્કૂલનું શિક્ષણ નવી દિલ્હીથી પૂર્ણ કર્યું અને સેન્ટ થોમસ સ્કૂલમાં લોકો તરફથી તેને ઘણી પ્રશંસા મળી. અહીં માનુષીએ 12માં ધોરણમાં ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યું હતું. ત્યારબાદ માનુષીએ ડૉક્ટર બનવાની તૈયારી શરૂ કરી. માનુષીએ ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ આપ્યો અને પહેલા જ પ્રયાસમાં પાસ થઈ ગઈ. આ પરીક્ષા પાસ કરતા જ માનુષીએ સોનીપતની ભગત ફૂલ સિંહ મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ શરૂ કર્યો. કોલેજમાં માનુષીએ અભ્યાસની સાથે મોડેલિંગ પણ શરૂ કર્યું અને ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી મારી લીધી. વર્ષ 2016માં માનુષી છિલ્લરે ઓલ ઈન્ડિયા ઓફ મેડિકલ સાયન્સ કોમ્પિટિશન જીતી લીધી. ત્યારબાદ 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેમાં જીત મેળવી. માનુષીએ 17 વર્ષ બાદ ભારતને આ ખિતાબ અપાવ્યો. આ પહેલા 2000માં પ્રિયંકા ચોપરાએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો: ભારતના અર્થતંત્ર અંગે IMFની આગાહી, કહ્યું - દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની રહેશે

બોક્સ ઓફિસ પર ફિલ્મો ફ્લોપ રહી

માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ બન્યા બાદ 2022માં બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી. માનુષીએ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ત્યારબાદ માનુષીએ વિક્કી કૌશલ સાથે ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી'માં કામ કર્યું. જોકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ ન કરી શકી અને આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ. આ પછી માનુષીએ 'ઓપરેશન વેલેન્ટાઇન' ફિલ્મમાં કામ કર્યું પરંતુ તેમાં પણ તેનું નસીબ ન ચમક્યું. સતત ફિલ્મો નિષ્ફળ ગયા પછી માનુષી સતત નવા પ્રયોગો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે માનુષી બોલિવૂડમાં ક્યારે હિટ ફિલ્મ આપી શકશે.


Google NewsGoogle News