રેપ સીનની ટિપ્પણી માટે મન્સૂરે છેવટે ત્રિશાની માફી માગી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
રેપ સીનની ટિપ્પણી માટે મન્સૂરે છેવટે ત્રિશાની માફી માગી 1 - image


- મન્સૂર સામે પોલીસ કેસ થઈ ચૂક્યો છે

- ત્રિશા સાથે લિઓ ફિલ્મમાં રેપ સીન કરવા ન મળ્યો તેવો અફસોસ વ્યક્ત કર્યો હતો

મુંબઇ : 'લિયો' ફિલ્મના વિલન મન્સૂર અલી ખાને ફિલ્મની હિરોઈન ત્રિશા કૃષ્ણન ની માફી માગી લીધી છે. મન્સૂરે પોતાને ફિલ્મમાં ત્રિશા સાથે રેપ સીન કરવા ન મળ્યો તેનો રંજ વ્યક્ત કર્યો હતો. તેની આ ટિપ્પણી બાદ તમિલ ફિલ્મ સંગઠનોએ તેના પર પ્રતિબધ ફરમાવી દીધો હતો. રાષ્ટ્રીય મહિલા પંચના આદેશથી તમિલનાડુ પોલીસે તેની સામે કેસ પણ દાખલ કર્યો છે. 

મન્સૂરે શરુઆતમાં એમ કહીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો કે પોતે માત્ર મજાક કરતો હતો અને પોતાની કારકિર્દી રોળી નાખવા માટે નાહકનો વિવાદ ચગાવાઈ રહ્યો છે. પરંતુ, પોલીસ કેસ થયા બાદ તેણે હવે ત્રિશાની માફી માગી છે. તેનું માફી નામું એક્સ પ્લેટફોર્મ પર શેર કરાયું છે. મન્સૂર પોતાની સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ પોલીસ અધિકારી સમક્ષ પણ તેણે પોતાની કોેમેન્ટ માટે ખેદ વ્યક્ત કર્યો હતો. 

મન્સૂરની ટિપ્પણી સામે ત્રિશાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોતે ક્યારેય મન્સૂર સાથે સ્ક્રીન શેર નહીં કરે તેવી જાહેરાત કરી હતી. ત્રિશાએ મન્સૂરની માફી અંગે સીધેસીધું કશું લખ્યું નથી પરંતુ તેણે એવીસોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી કે  દરેક માણસ ભૂલ કરી શકે છે પરંતુ માફી એ દિવ્યતા છે. 

મન્સૂરે ભાજપના નેતા અને અભિનેત્રી ખુશ્બુ માટે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. મહિલા પંચના સભ્ય તરીકે ખુશ્બુએ મન્સૂર સામે પગલાંની દરખાસ્ત કરી હતી. બાદમાં પંચે તમિલનાડુ પોલીસને મન્સૂર સામે કેસનો આદેશ આપ્યો હતો. 


Google NewsGoogle News