અક્ષયની સ્કાયફોર્સના સર્જકો સામે કાનૂની કેસની મનોજ મુંતશિરની ચિમકી
- ગીત માટે ક્રેડિટ ન અપાતાં નારાજ
- આ મહિનામાં રીલિઝ થનારી ફિલ્મના ગીતના ટીઝરમાંથી મનોજનું નામ ઉડાડી દેવાયું
મુંબઇ : અક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ 'સ્કાય ફોર્સ' આગામી તા. ૨૬મી જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. જોકે, આ ફિલ્મ તે અગાઉ જ વિવાદમાં સપડાઈ છે.ફિલ્મના એક ગીતમાં લેખક મનોજ મુંતિશરને ક્રેડિટ આપવામાં આવી નથી. પરિણામે મનોજ મુંતશીરે ફિલ્મના સર્જકો સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.
ફિલ્મનાં એક ગીતનું ટીઝર રીલિઝ કરાયું છે. આ ગીતને બી-પ્રાકે ગાયું છે અને તનિષ્ક બાગચીએ તેનું મ્યુઝિક આપ્યું છે. ટીઝરમાં આ બન્નેને ક્રેડિટઆપવામાં આવી છે. પરંતુ ગીતકાર મનોજ મુંતશિરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.તેથી મનોજ મુંતશીર નારાજ થયો છે.