મનોજ બાજપેયીએ નવી કોમેડીમાં ઈન્સ્પેક્ટર ઝેન્ડે સાઈન કરી
- ફિલ્મ ફક્ત ઓટીટી પર રીલિઝ થશે
મુંબઇ : મનોજ બાજપેયી ઓટીટી ફિલ્મ 'ઇન્સ્પેકટર ઝેન્ડે'માં પોલીસની ભૂમિકામાં જોવા મળશે. મનોજ બાજપેયીએ આ ફિલ્મને સાઇન કરી દીધી છે. તેની સાથે આ ફિલ્મમાં જીમ સર્ભ પણ જોવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જીમ સર્ભ અને ટીમ મુંબઇમાં શૂટિંગ કરી રહ્યા છે.જ્યારે મનોજ બાજપેયી આગામી મહિને શૂટિંગમાં જોડાશે.
મરાઠી કલાકાર ચિન્મય માંડલેકર આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. ચિન્મય મરાઠીમાં છત્રપતિ શિવાજી મહારાજની તેની ભૂમિકાથી પ્રસિદ્ધ છે.