Get The App

કંગના રણૌતની રાજકારણમાં જવાની વાતથી દુ:ખી છે મનોજ વાજપેયી, જાણો કેમ

Updated: Mar 22nd, 2024


Google News
Google News
કંગના રણૌતની રાજકારણમાં જવાની વાતથી દુ:ખી છે મનોજ વાજપેયી, જાણો કેમ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 22 માર્ચ 2024 શુક્રવાર

મનોજ બાજપેયી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. પોતાની એક્ટિંગ ટેલેન્ટથી તેમણે લાખો દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. એવો કદાચ જ કોઈ રોલ છે જેને મનોજ બાજપેયી ન નિભાવી શકે. સિનેમા લવર્સ તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. મનોજ બાજપેયીને પોતાના અભિનયની સાથે-સાથે બિન્દાસ્ત અંદાજ માટે પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતાના વિચારોને ઘણી વખત રજૂ કરે છે. પોતાના નવા ઈન્ટરવ્યૂમાં મનોજ બાજપેયીએ કંગના રણૌત વિશે વાત કરી છે.

કંગના વિશે મનોજ બાજપેયીનું નિવેદન

મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યુ કે શું તમે કંગના રનૌતને ફોલો કરો છો? તો એક્ટરે જવાબમાં કહ્યુ, હું માનુ છુ કે કંગના રણૌત એક સુપરલેટિવ એક્ટ્રેસ છે. આ ખૂબ જ કમાલની એક્ટ્રેસ છે. મે જ્યારે તેમની પહેલી ફિલ્મ ગેંગસ્ટર અને વો લમ્હે જોઈ તો હુ પાગલ થઈ ગયો હતો કે આટલી નાની ઉંમરમાં કોઈ આટલી કમાલની એક્ટિંગ કેવી રીતે કરી શકે છે. 

વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ કંગના રણૌતના ચૂંટણી લડવાના સમાચારો પર રિએક્શન આપ્યુ. તેમણે જણાવ્યુ કે આ વાતથી તેમને દુ:ખ પણ થયુ છે. એક્ટરે કહ્યુ, મે ક્યાંક વાંચ્યુ હતુ કે કંગના રણોત ચૂંટણી લડી શકે છે. તે એટલી કમાલની એક્ટ્રેસ છે. તેથી ચૂંટણીના સમાચારોથી મને દુ:ખ થયુ. 

વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ બોલીવુડના મનપસંદ સ્ટાર્સ વિશે પણ વાત કરી. એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે બોલીવુડના કયા એક્ટરને ખૂબ માને છે. તો જવાબમાં મનોજ બાજપેયીએ કહ્યુ, ઈન્ડસ્ટ્રીમાં નસીરુદ્દીન શાહથી વધુ હુ કોઈ એક્ટરને બેસ્ટ માનતા નથી. બેસ્ટ એક્ટ્રેસના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે આજકાલ એક્ટ્રેસ ખૂબ કમાલ કરી રહી છે. એક્ટરે કોંકણા સેન શર્મા, કંગના રણૌત, રસિકા દુગ્ગલ અને તબ્બૂએ પોતાની મનપસંદ એક્ટ્રેસ ગણાવી.

આ પ્રોજેક્ટ્સમાં નજર આવશે

મનોજ બાજપેયી નેટફ્લિક્સની સિરીઝ કિલર સૂપમાં જોવામાં આવ્યા હતા. આ શો માં તેમણે ડબલ રોલ નિભાવ્યો, જેને ખૂબ વખાણવામાં આવ્યો. સિરીઝની હીરોઈન કોંકણા સેન શર્મા હતી. આ સિવાય મનોજની ફિલ્મ જોરમ પણ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી, જેને ખૂબ પ્રેમ મળ્યો. હવે એક્ટર ભૈયા જી ની સાથે થિયેટર્સમાં દસ્તક આપવા તૈયાર છે. આ મૂવી 24 મે એ રિલીઝ થશે. સાથે જ મનોજ પોતાની હિટ સિરીઝ ફેમિલી મેન ની નવી સીઝનમાં પણ નજર આવશે.

Tags :
Manoj-BajpayeeKangana-RanautPolitics

Google News
Google News