મનોજ વાજપેયીએ 33 કરોડમાં ઓફિસ સ્પેસ ખરીદી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
મનોજ વાજપેયીએ  33 કરોડમાં ઓફિસ સ્પેસ ખરીદી 1 - image


- બોલીવૂડમાં રિયલ એસ્ટેટમાં વધુ એક મોટી ડીલ 

- મુંબઈના ઓશિવારામાં ચાર ઓફિસ સ્પેસ માટે 1.86 કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી 

મુંબઈ : બોલીવૂડમાં વધુ એક મોટી રિયલ એસ્ટેટ ડીલમાં મનોજ વાજપેયીએ મુંબઈમાં ચાર ઓફિસ સ્પેસની ૩૩ કરોડ રૂપિયામાં ખરીદી કરી છે. આ ડીલ મનોજ વાજપેયી તથા તેની પત્ની શબાના બંનેના નામે થઈ હોવાનું જાણવા મળે છે. 

મુંબઈના ઓશિવારા વિસ્તારમાં તેણે કુલ ૭૬૨૦ ચોરસ  ફૂટની ઓફિસ સ્પેસની ખરીદી કરી છે. ગઈ તા. ચોથી ઓક્ટોબરે આ ઓફિસ માટે રજિસ્ટ્રેશન થયું હતું. મનોજ વાજપેયીએ રૂપિયા ૧.૮૬ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી દીધી છે. 

દરેક ઓફિસનો કાર્પેટ એરિયા ૧૯૦૫ ચોરસ ફૂટ છે. મનોજને પ્રત્યેક ઓફિસ ૭.૭૭ કરોડમાં મળી છે. તેને આ ચારેય ઓફિસ સાથે નવ કારનું પાકગ પણ મળ્યું છે. 

મનોજ વાજપેયી બોલીવૂડમાં અનેક યાદગાર રોલ કર્યા બાદ હાલ ઓટીટી સ્પેસનો સુપરસ્ટાર ગણાય છે. તેની પત્ની શબાના રઝા નેહાના સ્ક્રીન નેમથી 'કરીબ' સહિતની ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલીવૂડથી દૂર થઈ ચૂકી છે. 

બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી રેસિડેન્શિયલ તથા કમશઅલ સ્પેસની ખરીદીનો સિલસિલો ચાલી રહ્યો છે. તાજેતરમાં કાતક આર્યન તથા સારા અલી ખાને પણ એક જ બિલ્ડિંગમાં ઓફિસ સ્પેસની ખરીદી કરી હતી. આ જ અરસામાં કાજોલ અને અજય દેવગણે પણ ઓફિસ સ્પેસની ખરીદી કરી હતી. 


Google NewsGoogle News