Get The App

મનોજ વાજપેયી અને કે કે મેનન એક ફિલ્મમાં સાથે આવશે

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
મનોજ વાજપેયી અને કે કે મેનન એક ફિલ્મમાં સાથે આવશે 1 - image


- નીરજ પાંડે ફિલ્મ બનાવી રહ્યો છે

- જાસૂસી ઓપરેશન પરની રોમાંચક ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

મુંબઇ : નીરજ પાંડે પોતાની આગામી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ માટે બનાવી રહ્યો છે.  તેમાં તેણે મનોજ વાજપેયી અને કે કે મેનનને કાસ્ટ કર્યા છે. 

જાસૂસી ઓપરેશન્સ પરની આ ફિલ્મનું  શૂટિંગ મે મહિનામાં શરૂ કરવાની યોજના છે. હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતાં વર્ષે ઓટીટી પર રીલિઝ કરાશે. 

મનોજ વાજપેયીએ પોતે આ ફિલ્મ કરી રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે પોતે છ મહિના સુધી આ ફિલ્મનું શૂટિંગ કરવાનો છે. 


Google NewsGoogle News