મનોજ બાજપાયી સત્યમેવ જયતે ટુનો હિસ્સો નહીં હોય
- ફિલ્મના દિગ્દર્શક મિલાપ ઝવેરીની ઘોષણા
મુંબઇ,તા. 3 નવેમ્બર 2019, રવિવાર
મિલાપ ઝવેરીની સત્યમેવ જયતેમાં મનોજ બાજપાયીએ પ્રમાણિક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ્તેના ભાઇના રોલમાં જોન અબ્રાહમની મહત્વની ભૂમિકા હતી. હવે ફિલ્મ દિગ્દર્શક સત્યમેવ જયતે ટુની તૈયારી કરી રહ્યો છે.
મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે, ૨૦૧૮ની સત્યમેવ જયતેની સિકવલમાં મનોજ બાજપાયીને લેવામાં આવવાનો નથી. મને તેની ેસાથે કામ કરવામાં આનંદ આવે છે. પરંતુ હવેની સીકવલમાં તેના પાત્ર માટે ખાસ કાંઇ કરવા જેવું નથી. તે એક સિનિયર અભિનેતા છે, અને મને તેમના પ્રત્યે માન છે. તેથી હું નથી ચાહતો કે તેની ટેલન્ટ વેડફાઇ જાય તેવો રોલ તેને ઓફર કરું.
જોકે એક રસપ્રદ વાત એ છે કે, મનોજ બાજપેયી માટે મારી પાસે એક સક્ષમ પાત્ર તૈયાર છે. જેની પર હાલ કામ ચાલી રહ્યું છે. તેથી યોગ્ય સમયે હું આ ફિલ્મની અને તેના રોલ વિશે જાણ કરીશ તેમ દિગ્દર્શકે વધુમાં જણાવ્યું હતું.