Get The App

સલમાન ખાનની ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઘૂસ્યો અજાણ્યો યુવક, ગેંગસ્ટર લોરેન્સના નામે ધમકી આપી

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
સલમાન ખાનની ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઘૂસ્યો અજાણ્યો યુવક, ગેંગસ્ટર લોરેન્સના નામે ધમકી આપી 1 - image


Salman Khan News | છેલ્લાં ઘણાં સમયથી અનેકવાર બોલિવૂડ દબંગ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે એક શૂટિંગ સેટ પર મોટી ઘટના બની છે. માહિતી અનુસાર સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. જેને પકડી લેવામાં આવ્યો હતો. 

પોલીસને સોંપી દેવાયો 

માહિતી અનુસાર જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ અનુસાર આ ઘટનાની જાણકારી એક અધિકારીએ આપી હતી. જેમણે કહ્યું કે શંકાસ્પદ યુવકને તાત્કાલિક પકડીને શિવાજી પાર્ક પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. 

સલમાન સેટ પર પહોંચે એ પહેલા બની ઘટના 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે આ શંકાસ્પદ યુવક સેટ પર પહોંચવામાં સફળ થયો જ્યાં સલમાન ખાન શૂટિંગ કરવાનો હતો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. ખરેખર તો બુધવારે રાત્રે મુંબઈના ઝોન 5માં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના શૂટિંગ લોકેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હતો. દાદર વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સલમાન ખાનની ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઘૂસ્યો અજાણ્યો યુવક, ગેંગસ્ટર લોરેન્સના નામે ધમકી આપી 2 - image




Google NewsGoogle News