ઈશાન ખટ્ટરની મમ્મીનો રોલ કરવાનો મલ્લિકા શેરાવતનો ઈનકાર

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ઈશાન ખટ્ટરની મમ્મીનો રોલ કરવાનો મલ્લિકા શેરાવતનો ઈનકાર 1 - image


- આ રોલ આખરે સાક્ષી તંવરને ફાળે ગયો

- ભૂમિ પેડનેકર સહિતના કલાકારો ધરાવતી 'ધી રોયલ્સ' વેબ સીરીઝમાં મલ્લિકાને રોલ ઓફર થયો હતો

મુંબઇ : 'ધ રોયલ્સ' વેબ સીરીઝમાં ઈશાન ખટ્ટરની મમ્મીનો રોલ ભજવવાનો મલ્લિકા શેરાવતે ઈનકાર કર્યો છે. મલ્લિકાએ આ માટે એવું બહાનું કાઢ્યું છે કે રોલ જે રીતે લખાયો છે તેનાથી તેને સંતોષ ન હતો. 

આ રોલ હવે ટીવી એકટ્રેસ સાક્ષી તંવરને ફાળે ગયો છે. 

આ સીરીઝના અન્ય કલાકારોમાં ભૂમિ પેડનેકરનો પણ સમાવેશ થાય છે. 

મલ્લિકા શેરાવત લાંબા સમયથી  ફિલ્મો કે વેબ સીરીઝ મારફતે પુનરાગમન માટે તૈયારી કરી રહી છે. તે કોઈ ખાસ રોલ મેળવવા ઈચ્છ ેછે. આ દરમિયાન તેને આ વેબ સીરીઝ ઓફર થઈ હતી. મલ્લિકાએ શરુઆતમાં રોલ માટે સંમતિ આપી હતી. પરંતુ, બાદમાં સંપૂર્ણ સ્ક્રિપ્ટ જોયા પછી તેને લાગ્યું હતું કે આ બહુ દમદાર રોલ નથી. આથી તેણે આ સીરીઝ છોડી દીધી છે. 

જોકે, એક જમાનામાં બોલીવૂડની સૌથી હોટ અને બિન્દાસ અભિનેત્રી તરીકેની છાપ ધરાવતી મલ્લિકા કદાચ માતાના રોલમાં ટાઈપકાસ્ટ નહિ થવા માગતી હોય તેથી તેણે કોઈ બહાનુ દર્શાવી આ રોલ છોડી દીધો હોય તેવું બની શકે છે. 


Google NewsGoogle News