Get The App

બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ, ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ, ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી 1 - image


Mallika Sherawat Confirmed Her Breakup: હિન્દી સિનેમાની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે નિર્માતા મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરથી સનસની મચાવીને 20 વર્ષ પહેલા મલ્લિકાએ રાતોરાત શોહરત મેળવી હતી. એક્ટર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સની ભરમાર તે સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા.

એક્ટિંગ કરિયર ઉપરાંત મલ્લિકા શેરાવત પોતાની પર્સનલ લાઈફને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક મીડિયા ઈનટરવ્યુ દરમિયાન તેણે પોતાની લવ લાઈફને લઈને ખુલાસો કર્યો છે, તેને જાણીને તેના ચાહકોને ઝટકો લાગી શકે છે. એક્ટ્રેસે પોતાના બ્રેકઅપ પર મહોર લગાવી છે. 

મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ

બોલિવૂડ સેલેબ્સની પર્સનલ લાઈફ હંમેશાથી ચાહકો વચ્ચે ગોસિપનો એક મહત્વપૂર્ણ મુદ્દો રહે છે. દાખલા તરીકે હાલમાં અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું નામ લઈ શકાય. પરંતુ હાલમાં મલ્લિકા શેરાવતના બ્રેકઅપના સમાચારે આવા જ મામલાને વધુ વેગ આપ્યો છે. તાજેતરમાં જ મલ્લિકાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બ્રેકઅપની વાત કબૂલી છે. અભિનેત્રીએ કહ્યું કે, 'હા એ સત્ય છે કે મારું બ્રેકઅપ થઈ ગયું છે. લાંબા સમયથી હું અને સિરિલ ઓક્સેનફેન્સ એક સાથે હતા, પરંતુ હવે અમે અલગ થઈ ગયા છે. હાલના સમયમાં એક યોગ્ય વ્યક્તિની તલાશ કરવી ખૂબ જ મુશ્કેલ છે. હું આ મામલે વિસ્તારથી વાત કરવા નથી માગતી. હાલમાં હું સિંગલ છું.' આમ, અભિનેત્રીએ પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી છે. 

કોણ હતો મલ્લિકા શેરાવતનો બોયફ્રેન્ડ

મલ્લિકા શેરાવત લાંબા સમયથી ફ્રેન્ચ નાગરિક સિરિલ ઓક્સેનફેન્સને ડેટ કરી હતી અને તેની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે તેની કારકિર્દી કંઈ ખાસ નહોતી ચાલી રહી, ત્યારે તે સિરિલ સાથે પેરિસ શિફ્ટ થઈ ગઈ હતી. 

તમને જણાવી દઈએ કે પ્રોફેશનલ રીતે મલ્લિકા શેરાવતનો બોયફ્રેન્ડ બિઝનેસ જગતમાં ટાયકૂન છે અને તે રિયલ એસ્ટેટ ફિલ્ડમાં રોકાણકાર તરીકે ઓળખાય છે. જો કે હવે તેમનો સંબંધ કાયમ માટે ખતમ થઈ ગયો છે.


Google NewsGoogle News