સાઉથની વધુ એક એક્ટ્રેસનું મોત, અચાનક આવ્યો હતો હાર્ટ એટેક, 8 મહિનાથી હતી પ્રેગ્નેન્ટ

એક્ટ્રેસ ડૉ.પ્રિયાનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું

એક્ટર કિશોર સત્યાએ એક પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
સાઉથની વધુ એક એક્ટ્રેસનું મોત, અચાનક આવ્યો હતો હાર્ટ એટેક, 8 મહિનાથી હતી પ્રેગ્નેન્ટ 1 - image

Malayalam TV actress Dies : મલયાલમ ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. એક્ટ્રેસ ડૉ.પ્રિયાનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. તેઓ 35 વર્ષની હતી અને તે 8 મહિનાની ગર્ભવતી પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્ટ એટેક આવતા પહેલા એક્ટ્રેસને નજીકની ખાનગી હોસ્પિટલમાં નિયમિત ગર્ભવસ્થાની તપાસ કરાવી હતી. ડૉ. પ્રિયાનું નવજાત શિશુ હાલ ICUમાં છે.

કિશોર સત્યાએ પુષ્ટિ કરી

એક્ટર કિશોર સત્યાએ એક પોસ્ટ શેર કરી અને એક લાંબી નોટ સાથે આ ક્ષતિ પર શોક વ્યક્ત કરતા એક્ટ્રેસના નિધનની પુષ્ટિ કરી. કિશોરે ડૉ. પ્રિયાનો ફોટો શેર કરતા લખ્યું કે, મલયાલમ ટેલીવિઝન ક્ષેત્રમાં અણધાર્યું મોત. ડૉ. પ્રિયાનું ગઈકાલે કાર્ડિયાક એરેસ્ટથી મોત થઈ ગયું. બાળક આઈસીયુમાં છે. તેમને કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હતી. 

એક્ટ્રેસની સાથે તે ડોક્ટર પણ હતી

જણાવી દઈએ કે, ડૉ.પ્રિયા, કરુથામુથુમાં પોતાની ભૂમિકા માટે લોકપ્રિય હતી. લગ્ન બાદ તેમણે એક્ટિંગની દુનિયાથી બ્રેક લઈ લીધો હતો. એક્ટ્રેસ એક ડૉક્ટર પણ હતી. કથિત રીતે ડૉ. પ્રિયા એમડીનો અભ્યાસ કરી રહી હતી અને તિરુવનંતપુરમની પીઆરએસ હોસ્પિટલમાં પ્રેક્ટિકસ પણ કરી રહી હતી. ડૉ. પ્રિયાના નિધનના બે દિવસ પહેલા લોકપ્રિય મલયાલમ ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ રેન્જુશા મેનને આપઘાત કરી લીધો હતો.

સાઉથની વધુ એક એક્ટ્રેસનું મોત, અચાનક આવ્યો હતો હાર્ટ એટેક, 8 મહિનાથી હતી પ્રેગ્નેન્ટ 2 - image


Google NewsGoogle News