Get The App

કોમેડી ફિલ્મો માટે જાણીતા ફિલ્મમેકર શફીએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, 56 વર્ષની વયે નિધન

Updated: Jan 26th, 2025


Google News
Google News
કોમેડી ફિલ્મો માટે જાણીતા ફિલ્મમેકર શફીએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, 56 વર્ષની વયે નિધન 1 - image
Image Twitter 

Malayalam filmmaker Shafi Passed away : મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. મશહુર ફિલ્મ નિર્માતા શફીનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કોચીની એક હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ 56 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. શફીના મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને મોટો આઘાત લાગ્યો છે.

ફિલ્મ નિર્માતા શફીનું શું થયું?

મળતી માહિતી પ્રમાણે શફીનું સાચું નામ રાશિદ એમએચ હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેઓ શફીના નામથી જાણીતા હતા. તેમને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને કોચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. થોડા દિવસો સુધી તેમની હાલત ગંભીર હતી અને પછી તેમનું અવસાન થયું.

શફીના કોમેડી ફિલ્મો માટે જાણીતા હતા

ઉલ્લેખનીય છે કે, શફીએ 90ના દાયકામાં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વર્ષ 2001 માં તેમણે 'વન મેન શો' થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મ હજુ પણ તેની નવીન વાર્તા કહેવા માટે જાણીતી છે.

Tags :
Malayalam-filmmakerShafi-Passed-awayIconic-Comedy-Films

Google News
Google News