મલયાલમ એક્ટર કુન્દ્રા જોનીનું 71 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Updated: Oct 18th, 2023

Google NewsGoogle News
મલયાલમ એક્ટર કુન્દ્રા જોનીનું 71 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન 1 - image

Image Source: Twitter

- કુન્દ્રા જોનીએ મલયાલમ ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવીને પોતાની ઓળખ બનાવી હતી

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

Malayalam Actor Kundara Johny Death: મલયાલમ ફિલ્મોમાં નેગેટિવ રોલ માટે ઓળખાતા ફેમસ એક્ટર કુન્દ્રા જોનીનું ગઈ કાલે કેરળના કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. તેમણે 71 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. 

FEFKA ડાયરેક્ટર્સ યૂનિયને કુન્દ્રા જાનીના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું

FEFKA ડાયરેક્ટર્સ યૂનિયને એક ફેસબુક પોસ્ટમાં કુન્દ્રા જાનીના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, મંગળવારે સાંજે હાર્ટ એટેક આવ્યા બાદ કુન્દ્રા જોનીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી ન શકાયા. 

અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કેરળના નાણામંત્રી કેએન બાલગોપાલે કહ્યું કે, જોનીએ પોતાના 4 દાયકાથી લાંબા કરિયર દરમિયાન 500થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. એક્ટરના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. તમામ સેલેબ્સ અને ચાહકો એક્ટરના નિધન પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. 

કુન્દા જોનીએ નેગેટિવ રોલ કરીને ઓળખ બનાવી

1979 માં નિથ્યા વસંતમની સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરતા કુન્દ્રા જોનીએ મલયાલમ ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવીને પોતાની ઓળખ બનાવી હતી. ખાસ કરીને બ્લોકબસ્ટર 'કિરીદમ' અને 'ચેનકોલ'માં તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ‘વાઝકાઈ ચક્રમ’ અને ‘નદીગન’ જેવી તમિલ ફિલ્મો પણ કરી હતી.

મોહનલાલ-સ્ટારર ફિલ્મ 'કિરીદમ'માં કુન્દ્રાએ જોનીના પાત્ર પરમેશ્વરને ખૂબ જ ક્રીટિકલ પ્રશંસા પ્રાપ્ત કરી હતી.  તેમની કેટલીક અન્ય શાનદાર ફિલ્મોમાં '15 ઓગસ્ટ', 'હેલો', 'અવન ચંડીયુડે માકન', 'ભાર્ગવચરિતમ મુન્નમ ખંડમ', 'ભારત ચંદ્રન આઈપીએસ', 'દાદા સાહેબ', 'ક્રાઇમ ફાઇલ', 'થાચિલેદાથ ચુંદન', 'સામંથરમ', 'વર્નાપ્પકિટ', 'સાગરમ સાક્ષી' અને 'અનાવલ મોથીરામ' સામેલ છે. 

Google NewsGoogle News
Gujarat