Get The App

હોટલના રૂમમાં મળ્યો જાણીતા અભિનેતાનો મૃતદેહ, બે દિવસથી ફોન રિસીવ ન કરતાં ઘટનાની જાણ થઈ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
હોટલના રૂમમાં મળ્યો જાણીતા અભિનેતાનો મૃતદેહ, બે દિવસથી ફોન રિસીવ ન કરતાં ઘટનાની જાણ થઈ 1 - image


Malayalam Actor Dileep Shankar Death: સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી પ્રમાણે મલયાલમ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા એક્ટર દિલીપ શંકરનું નિધન થયું છે. રવિવારે  તેમનો મૃતદેહ તિરુવનંતપુરમના વેનરોઝ જંકશન ખાતે આવેલી ખાનગી હોટલમાંથી મળી આવ્યો હતો. સમાચાર બાદ ચાહકો ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી. આ સાથે તેમના ચાહકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો : જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મોત, ઘરમાં કાર્બન મોનોક્સાઈડ લીક થયું હોવાનું તારણ

ચાર દિવસ પહેલા ત્યાં એક હોટલનો રૂમ ભાડે રાખ્યો હતો

હાલમાં મળતી માહિતી મુજબ તેમના મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. અભિનેતા એક સિરિયલના શૂટિંગ માટે તિરુવનંતપુરમમાં હતો અને તેમણે ચાર દિવસ પહેલા ત્યાં એક હોટલનો રૂમ ભાડે રાખ્યો હતો. દિલીપ શંકર છેલ્લા બે દિવસથી તેમના રૂમની બહાર જોવા મળ્યા ન હતા અને જ્યારે તેમના સહકર્મીઓએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

હોટલના સ્ટાફે દરવાજો ખોલતાં દિલીપનો મૃતદેહ મળ્યો

સહકર્મીઓએ અનેક પ્રયાસો કરવા છતાં એક્ટરે ફોનનો જવાબ આપ્યો ન હતો. તેથી તેમની પૂછપરછ માટે હોટલ પર પૂછપરછ કરવામાં આવી હતી. જે પછી હોટલના સ્ટાફે દરવાજો ખોલ્યો તો તેમને દિલીપનો મૃતદેહ મળ્યો. મૃતદેહને જોયા પછી ખ્યાલ આવી રહ્યો હતો કે તેમનું મૃત્યુને કેટલાક કલાકો પહેલા થયું હશે. 

આ પણ વાંચો : ઋતિક રોશન વોર ટુનું શૂટિંગ પુરુ કર્યા પછી ક્રિશ 4નું શૂટિંગ શરૂ કરશે

દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતાં

ઘટના અંગની જાણ પોલીસને કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક મૂલ્યાંકન પ્રમાણે અભિનેતાના મૃત્યુ કુદરતી રીતે થયું હોય તેવા સંકેતો જોવા મળ્યા હતા. દિલીપ શંકર એર્નાકુલમમાં રહેતો હતો અને મનોરમા ઓનલાઈન પ્રમાણે તે જે સિરિયલ પર કામ કરી રહ્યો હતો, તેના ડિરેક્ટર મનોજે જણાવ્યું કે, શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો, જે દરમિયાન દિલીપે વારંવાર કૉલ કરવા પર કોઈ જવાબ આપ્યો ન હતો. રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે, કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતાં.


Google NewsGoogle News