Get The App

અર્જુન કપૂરે ખુદને ગણાવ્યો સિંગલ તો મલાઇકાએ આપ્યો જવાબ, કહ્યું- 'તેની મરજી... પણ હું તો...'

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
અર્જુન કપૂરે ખુદને ગણાવ્યો સિંગલ તો મલાઇકાએ આપ્યો જવાબ, કહ્યું- 'તેની મરજી... પણ હું તો...' 1 - image


Malaika Arora on Arjun Kapoor's Statement: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા છે. બંને સાથે વેકેશન અને ડેટ પર જતા હતા. બંનેએ ક્યારેય સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ છુપાવ્યો નથી, પરંતુ લાંબા સુધી રિલેશનમાં રહ્યા બાદ આ કપલનું આ વર્ષે બ્રેકઅપ થઈ ગયું છે. સિંઘમ અગેઈનની એક ઈવેન્ટ દરમિયાન તો અર્જુને બધાની સામે કહ્યું હતું કે હું હવે સિંગલ છું. હવે અર્જુનના આ નિવેદન પર મલાઈકાએ પ્રતિક્રિયા આપી છે.

શું બોલી મલાઈકા

મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'હું ખૂબ જ પ્રાઈવેટ પર્સન છું અને હું મારી લાઈફના કેટલાક એવા પાસાઓ છે જેના વિશે હું વધુ જણાવવા નથી માગતી. હું ક્યારેય પબ્લિક પ્લેટફોર્મ પર મારી પર્સનલ લાઈફ વિશે વાત નથી કરવાની, તો અર્જુને જે પણ કહ્યું તે તેની મરજી છે. 

આ પણ વાંચો: IND vs AUS: કોહલીને કોન્સ્ટાસને ખભો મારવો ભારે પડ્યો! મેચ રેફરીએ કરી કડક સજા

ઘટના એમ છે કે, સિંઘમ અગેઈનના એક ઈવેન્ટ દરમિયાન ત્યાં હાજર ભીડે મલાઈકા-મલાઈકા બોલવાનું શરૂ કરી દીધું હતું. તેના પર અર્જુને બધાની સામે કહ્યું કે 'ના હવે હું સિંગલ છું, રિલેક્સ કરો.'

મલાઈકાના ખરાબ સમયમાં અર્જુન તેની સાથે હતો

તમને જણાવી દઈએ કે, બ્રેકઅપ બાદ મલાઈકાના પિતાનું નિધન થયું હતું અને તે સમયે અર્જુન તેની સાથે ઉભો રહ્યો હતો. આ દરમિયાન તે મલાઈકાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ પણ નજર આવ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જ્યારે અર્જુનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું એટલું કહીશ કે, જ્યારે ખુશી અને જ્હાનવી સાથે એક અકસ્માત થયો (શ્રી દેવીનું નિધન) તો ત્યારે પણ આવું જ થયું હતું. જો મારું કોઈની સાથે ઈમોશનલ બોન્ડ છે તો હું તે વ્યક્તિના ખરાબ સમયમાં તેની પડખે ઊભો રહીશ. જો હું કોઈની સાથે ઈમોશનલી જોડાયેલો છું તો હું આખી લાઈફ તેની સાથે ઊભો રહીશ.

અર્જુનની પ્રોફેશનલ લાઈફ

અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આ વર્ષે સિંઘમ અગેઈનમાં તેના વિલન કેરેક્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ક્રિટિક્સ અને દર્શકોએ તેના આ અવતારને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો. હવે તે નો એન્ટ્રી 2 માં દેખાશે, જેમાં તેની સાથે દિલજીત દોસાંઝ અને વરુણ ધવન પણ છે.


Google NewsGoogle News