Get The App

VIDEO : 'મેરે બચપન કા ક્રશ..', કરોડપતિ સિંગરે મલાઈકા માટે ગાયું ગીત, ગળે પણ ભેટ્યો

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
VIDEO : 'મેરે બચપન કા ક્રશ..', કરોડપતિ સિંગરે મલાઈકા માટે ગાયું ગીત, ગળે પણ ભેટ્યો 1 - image


Malaika Arora Rocked with AP Dhillon : પંજાબી સિંગર એપી ધિલ્લોને ગઈકાલે રાત્રે મુંબઈમાં અદભૂત કોન્સર્ટ યોજ્યો હતો, જ્યાં લોકો ગાયકના સુપરહિટ ગીતો પર નાચવા માટે મજબૂર થઈ ગયા હતા. બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અને ગ્લેમરસ ડીવા મલાઈકા અરોરાએ પણ એપી ધિલ્લોનના કોન્સર્ટમાં હાજરી આપી હતી.



મલાઈકા મેરે બચપનન કા ક્રશ

એપી ધિલ્લોને તેના કોન્સર્ટમાં મલાઈકા સાથેની એક ફેન મોમેન્ટ શેર કરી હતી. સિંગરે મલાઈકાને સ્ટેજ પર બોલાવીને કહ્યું કે, મલાઈકા મેરે બચપનન કા ક્રશ. આ પછી એપી ધિલ્લોને મલાઈકાને સ્ટેજ પર જ ગળે લગાવીને તેનું સ્વાગત કર્યું. અભિનેત્રી માટે તેમનું સુપરહિટ ગીત પણ ગાયું હતું.

મલાઈકા શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી

મલાઈકા એપી ધિલ્લોનના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. સ્ટેજ પર બે મોટા સ્ટાર્સને એકસાથે જોયા બાદ ચાહકોની ખુશીની કોઈ ઠેકાના રહ્યા નહોતા. આ પળ તેના માટે કોઈ ટ્રીટથી ઓછી ન હતી.મલાઈકાએ તેના સિઝલિંગ લુકથી કોન્સર્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મલાઈકા શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે હાઈ હીલ્સ અને સ્લિંગ બેગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ખુલ્લા વાળ અને લાઇટ ગ્લોઇંગ મેકઅપમાં મલાઇકા હંમેશાની જેમ ડિવા ગ્લેમરસ દેખાતી હતી. એપી ધિલ્લોનના કોન્સર્ટની અભિનેત્રીઓના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 



Google NewsGoogle News