Get The App

મલાઈકા-અર્જુન વચ્ચે બે મહિના પહેલાંથી બ્રેકઅપ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
મલાઈકા-અર્જુન વચ્ચે બે મહિના પહેલાંથી બ્રેકઅપ 1 - image


મુંબઇ : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે બે મહિના પહેલાં જ બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે. જોકે, તેમણે તત્કાળ વિખૂટા પડી જવાને બદલે એકમેકને થોડો સ્પેસ આપવાનું નક્કી કર્યું છે. હજુ પણ સાથે રહી શકાય છે કે કેમ તે ચકાસ્યા બાદ તેઓ પોતાના સંબંધનું ભાવિ નક્કી કરશે. 

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલા આઠ વરસથી રિલેશનશિપમાં છે. ૨૦૧૬ થી જ મલાયકાએ અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કરી દીધુ ંહતું. જોકે, કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી મલાઈકા લગ્ન માટે ઉતાવળ કરવા લાગી હતી પરંતુ અર્જુન કપૂર હજુ કમીટમેન્ટ આપવા તૈયાર ન હતો. ત્યારપછી બંનેના સંબંધોમાં ઓટ આવી હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News