મલાઈકા અને અર્જુન સૈફની ખબર પૂછવા માટે સાથે પહોંચ્યાં
- બંને વચ્ચે પેચ અપ થઈ ગયાની અટકળો
- થોડા સમય પહેલાં અર્જુને એક ઈવેન્ટમાં પોતે સિંગલ હોવાનું જાહેર કર્યું હતું
મુંબઇ : મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે સાથે જ સૈફ અલી ખાનની ખબર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. બંને સાથે મળીને સોશિયલ વિઝિટ પર પહોંચતાં તેમની વચ્ચે પેચ અપ થઈ ગયું છે કે શું તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
રવિવારે રાતે સૈફ અલી ખાનની તબિયતના હાલ પુછીને આ યુગલ હોસ્પિટલમાંથી સાથે બહાર નીકળ્યું હતું.
પહેલા મલાઇકા અરોરા નીકળી હતી અને પોતાની કારમાં બેઠી હતી તેની તરત જ પાછળ અર્જુન કપૂર નીકળ્યો હતો અને તે પોતાની કારમાં બેઠયો હતો. બંનેને સાથે જોઈને પાપારાઝીઆએ ફોટા પાડવાની તક ઝડપી લીધી હતી.
બહુ લાંબી રિલેશનશિપ પછી બંને વચ્ચે બ્રેક અપ થયું હતું. અર્જુન કપૂરે જાહેરમાં જણાવ્યું હતું કે હવે હું સિંગલ છું. મલાઈકાએ પણ કેટલીક ગૂઢ પોસ્ટ દ્વારા બ્રેક અપનો સંકેત આપ્યો હતો. તે પછી મલાઈકાએ કોઈ નવો બોયફ્રેન્ડ શોધી લીધો હોવાની અટકળો પણ પ્રસરી હતી.