મુસ્લિમને સારા બતાવવા અને પંડિતને ખરાબ: બોલિવૂડના આ અભિનેતાએ શાહરુખની ફિલ્મ પર ઉઠાવ્યા સવાલ
Image: Facebook
Annu Kapoors Comment on Chak De! India: અન્નૂ કપૂર પોતાને સાચા દેશભક્ત માને છે. તેમનું કહેવું છે કે હું પોતાની માતૃભૂમિ, લોકો અને સંસ્કૃતિને સારી રીતે જાણું છું. હું ફિલ્મો જોતો નથી. ભારતમાં મૌલિક હોય તેવી ફિલ્મો ઓછી છે, મોટાભાગની ચોરી કરેલી છે. તેમણે શાહરુખ ખાનની ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' પર પણ વાત કરી. તેમણે કહ્યું કે 'ગંગા-જમુનાના નામ હેઠળ લોકો મુસ્લિમને સારા અને પંડિતને ખરાબ દર્શાવે છે.'
મુસ્લિમ સારા, પંડિતની મજાક
અન્નૂ કપૂર કોઈ ફિલ્ટર વિના જ વાત કરતાં હોય છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે ભારતના લોકો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજનેતાઓ બધાં પર રોષ ઠાલવ્યો. તેમણે કહ્યું કે 'ભારતમાં કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યાંય પણ મેરિટના હિસાબે કામ થતું નથી. આ જે ગંગા-જમુનાના નામે થયું છે, હિન્દુસ્તાનની જે યાત્રા રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ રહી છે. તેમણે શાહરુખ ખાનની ફિલ્મનું ઉદાહરણ આપતાં કહ્યું કે ચક દે ઈન્ડિયાનું જે મેઈન કેરેક્ટર છે તે હકીકતમાં આપણા મોટા કોચ શ્રી નેગી સાહેબની લાઈફ ઉપર છે પરંતુ ઈન્ડિયાનું એવું છે કે મુસ્લિમને સારા કેરેક્ટર તરીકે દર્શાવવા છે અને પંડિતની મજાક બનાવવી છે. જે એક ઉપાધિ છે જેની પર ગંગા-જમુનાનું લેવલ આપી દેવામાં આવે છે.
આ પણ વાંચો: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે વિવાદ? બર્થડે પાર્ટીમાં ગેરહાજર રહેતા વહેતી થઈ અટકળો, હવે બચ્ચને કરી સ્પષ્ટતા
લોકોએ આપી પ્રતિક્રિયા
અન્નૂ કપૂરની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આની પર લોકો જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મિસ્ટર સિન્હા હેન્ડલથી ક્લિપ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે ચક દે ઈન્ડિયા ફિલ્મ. આ કોચ રંજન નેગીના જીવન પર આધારિત હતી. મેકર્સે કેરેક્ટરનું નામ બદલીને કબીર ખાન કરી દીધુ. જ્યારે હીરોની વાત આવે છે તો તે મુસ્લિમ બની જાય છે. જ્યારે વિલનની વાત આવે છે તો તે તેને હિંદુમાં બદલી દે છે. ઘણા લોકો આ ક્લિપને પોસ્ટ કરીને બોયકોટ બોલિવૂડ લખી રહ્યાં છે. અમુક અન્નૂ કપૂરને પણ ટ્રોલ કરી રહ્યાં છે.