ડિપ્રેશનમાં સરી ગઇ હતી જાણીતી અભિનેત્રી, કહ્યું- એન્ઝાઈટીને લીધે દારૂ-કોફી ત્યજી દીધું
image Twitter |
TV actress Mahi Vij: ટીવી અભિનેત્રી માહી વિજે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેણે દારુ પીવાનો છોડી દીધો છે. તેનું કારણ આપતા માહીએ જણાવ્યું હતું કે, તેને દારુ પીવાથી ચિંતા થવા લાગી હતી, જેના કારણે માહીએ દારુ છોડવો હિતાવહ માન્યો હતો.
છ મહિના પહેલા દારુ છોડી દીધો
ટીવી અભિનેત્રી માહી વિજને એન્ઝાઈટી (ચિંતાની સમસ્યા) હતી. તેનો સામનો કરવા માટે તેણે દારૂ-કોફી ત્યજી દીધા છે. એક ઈન્ટરવ્યૂમાં માહીએ કહ્યું હતું કે, "હું ઓવર થિંકર છું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે મેં લગભગ છ મહિનાથી આલ્કોહોલ બિલકુલ છોડી દીધો છે તેમજ સાથે સાથે ચા- કોફી પણ છોડી દીધા છે. કારણ કે તે એન્ઝાઈટીને ઉત્તેજિત કરે છે."
કાકીના અવસાવ ડિપ્રેશનમાં આવી ગઈ હતી માહી
માહીએ જણાવ્યું કે, "મારી કાકીના મૃત્યુ બાદ હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને ત્યારથી હું સતત ચિંતાથી પીડાઈ રહી હતી." જો તમે મિત્રો સાથે બહાર જાઓ છો, તો પીવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ મેં છ મહિના પહેલા આલ્કોહોલ છોડી દીધો છે, કારણ કે તેનાથી એન્ઝાઈટી થાય છે.
કોફી, આલ્કોહોલ અને એરેટેડ ડ્રિક્સ ન પીવું જોઈએ: માહી
માહીએ કહ્યું કે, કોફી, આલ્કોહોલ અને એરેટેડ ડ્રિક્સ ન પીવું જોઈએ કારણ કે તે ચિંતાને ઉત્તેજિત કરે છે, હૃદયની સમસ્યાઓ અને લીવરની સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે તમે દારૂ પીતા હો, ત્યારે તમે તમારા મન સાથે રમો છો, અને એક દિવસ તમને ખ્યાલ આવશે, કે તમારું મન તમારી સાથે રમી રહ્યું છે. મને લાગે છે કે કેફીન શરીરમાંથી સંપૂર્ણપણે બહાર હોવું જોઈએ.
માહીને ક્યારથી એન્ઝાઈટી થવા લાગી તે અંગે જણાવતા કહ્યું હતું કે, જ્યારે ૪૮ વર્ષની ઉંમરે કાકીનું અવસાન થયું ત્યારે એવું બન્યું હતું. મારા પરિવાર માટે તે આઘાતજનક હતું, કારણ કે અમે તેમની ખૂબ નજીક હતી. તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. તેમના મૃત્યુ પછી હું હતાશ થઈ ગઈ. હું. હું ડૉક્ટર પાસે ગઈ અને તેમણે મને કોફી અને આલ્કોહોલ છોડી દેવાનું કહ્યું હતું.
તમને મેડિકલ હેલ્પની જરુર હોય તો તરત ડોક્ટર પાસે જાઓ: માહી
માહીએ કહ્યું કે, "જો મહિલાઓને મેડિકલ હેલ્પની જરૂર હોય તો, તેમણે કોઈ હોસ્પિટલ સુધી લઈ જાય તેની રાહ ન જોવી જોઈએ. મને લાગે છે કે સેલ્ફ કેર ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમને એવું લાગે ત્યારે ઉઠો અને ડૉક્ટર પાસે જાઓ."