4-5 બાળક ઈચ્છતી હતી જાણીતી એક્ટ્રેસ, પતિએ ના પાડી તો 36ની વયે IVF દ્વારા માતા બની
Actress Mahhi Vij: એક્ટ્રેસ માહી વિજ આજે ભલે ટીવી સ્ક્રીનથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. માહીએ 2011માં ટીવી એક્ટર જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ એક્ટ્રેસે 2019માં પુત્રી તારાનું સ્વાગત કર્યું હતું. પરંતુ માતા બનવા માટે એક્ટ્રેસને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. હવે એક્ટ્રેસે એક પોડકાસ્ટમાં માતા બનવાની જર્ની અને IVFની મદદથી કન્ઝીવ કરવા અંગે વાત કરી છે. માહીએ કહ્યું કે, મેં 32 વર્ષની ઉંમરે મારા એગ્ઝ ફ્રીઝ કરવાનું શરૂ કરી દીધું હતું. આ જ ઉંમરમાં મે મારી IVF જર્ની પણ શરૂ કરી દીધી હતી. જ્યારે મારા લગ્ન થયા, ત્યારે મેં જયને કહ્યું હતું કે, મારે બાળક જોઈએ છે. મને 4-5 બાળકો જોઈતા હતા. પરંતુ તે સમયે જય બાળકો માટે તૈયાર નહોતો.
બે વખત IVF ફેલ
32 વર્ષની ઉંમરે જ મેં એગ્ઝ ફ્રીઝ કર્યા, IVF ટ્રાઈ કર્યું, પરંતુ બે વખત મારું IVF ફેલ થઈ ગયું. આ દરમિયાન હું ખૂબ દુ:ખમાંથી પસાર થઈ. એકવાર મને ખૂબ જ બ્લીડિંગ થવા લાગ્યું અને મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. ત્રીજી વાર મેં નક્કી કર્યું કે, હું હવે IVF ટ્રાઈ નહીં કરું, પરંતુ મારા એગ્ઝ ફ્રીઝ કરીને રાખીશ. ત્યારબાદ 34ની ઉંમરે ફરી IVF ટ્રાઈ કર્યું તો તે પણ ફેલ થઈ ગયું. પછી મેં વિચાર્યું કે હવે અહીં અટકી જઈએ. શરીરમાં જે પણ દવાઓ અને ઈન્જેક્શન ગયા છે તેને પહેલા નીકળી જવા દો. બોડીને ડિટોક્સ થવા દઈએ.
36ની વયે IVF દ્વારા માતા બની
માહીએ આગળ કહ્યું કે, મને પહેલાથી જ ખ્યાલ આવી જાય છે કે, કંઈક થશે કે નહીં થશે. મને તે સમયે કંઈ ક્લિક નહોતું થઈ રહ્યું, તેથી IVF ફેલ થવા પર હું વધારે નિરાશ ન થઈ. હા, મને થોડું ખરાબ લાગ્યું. હું હંમેશા કહું છું કે જ્યારે કોઈ વસ્તુનો સમય લખાયો હોય છે તે ત્યારે જ થાય છે. કોને શું અને ક્યારે મળશે, બધું જ ભાગ્યમાં લખાયેલું છે. હું યુનિવર્સમાં વિશ્વાસ રાખું છું. ત્યારબાદ મેં 36 વર્ષની ઉંમરે IVF ટ્રાઈ કર્યું હતું, તે સમયે મને લાગી રહ્યું હતું કે, મારો પ્રેગનન્સી રિપોર્ટ પોઝિટિવ આવશે અને એવું જ થયું. જ્યારે પ્રેગનન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે હું માત્ર રડી જ રહી હતી. હું પ્રેગનન્ટ છું તે સ્વીકારવામાં મને 20 મિનિટ લાગી. પછી મેં મારી જાતને કહ્યું કે મારે રડવું નથી. મારે બાળક માટે ખુશ રહેવું પડશે.